• Gujarati News
  • National
  • રિક્ષાચાલક પાસે નાણાંની માગણી કરી હુમલો

રિક્ષાચાલક પાસે નાણાંની માગણી કરી હુમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આશાબાપીરદરગાહ પાસે રહેતા અને રિક્ષા ડ્રાઇવિંગ કરી ગુજરાન ચલાવતા પિન્ટુ મનસુખભાઇ ઉધરેજિયા ઉપર સોમવારે જાવેદ ઉર્ફે જાવલો યુસુફભાઇ નામના શખ્સે પાઇપથી હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા પિન્ટુ ઉધરેજિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, પોતે દરગાહ નજીક પાનની દુકાન પાસે હતો જ્યારે જાવેદ ઉર્ફે જાવલાએ આવીને રૂ.100ની માગણી કરી હતી, પૈસા આપવાનો ઇનકાર કરતા ઉશ્કેરાયેલા જાવલાએ પાઇપથી હુમલો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...