• Gujarati News
  • National
  • આજી ડેમમાં જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી પાણી પાણી

આજી ડેમમાં જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી પાણી-પાણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાપ્રધાનના આગમન પૂર્વે ડેમમાં ધીંગી જળરાશિનો સંગ્રહ થઇ ગયો, એક મહિનો ચાલે તેટલો જથ્થો અઠવાડિયામાં ઠલવાઇ ગયો

ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

એકસમયે ખાલીખમ મેદાનમાં ફેરવાઇ ગયેલા આજી ડેમમાં નર્મદા નીરનો વિપુલ જથ્થો ઠલવાઇ ગયો છે. એક અઠવાડિયામાં એક મહિનો ચાલે તેટલું નર્મદા નીર આવી ગયું છે. 29મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે પહેલા 9 ફૂટની સપાટી કરી દેવાની ગણતરીની નજીક લેવલ પહોંચી ગયું છે. મંગળવારે રાત્રે 10 વાગ્યે મળેલા અહેવાલ મુજબ ડેમની સપાટી 8 ફૂટને વટી ગઇ છે.

આજી ડેમમાં નર્મદા નીરનાં અવતરણથી ચેતનવંતો થઇ ગયો છે. વગર વરસાદે ડેમમાં જળરાશિ આવી છે. સૌની યોજનાએ રાજકોટનો બેડો પાર કરી નાખ્યો છે. શહેરની પાણીની ચિંતા હવે ભૂતકાળ બનવા જઇ રહી છે. ચોમાસુ નબળું જાય તો પણ આજીમાં નર્મદા નીર પહોંચાડી એક્સપ્રેસ ફીડરલાઇન મારફતે શહેરના અન્ય ઝોનમાં પાણી પહોંચાડી શકાશે. ચોમાસાના નીર જળાશમાં આવે તો પણ રાજકોટવાસીઓએ મૂંઝાવા જેવું નહીં રહે. વરસાદથી આજી ડેમ ભરાય કે ભરાય, નર્મદા મૈયા ડેમને છલોછલ કરી દે સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે. સૌની યોજના હેઠળ આજી ડેમ નર્મદા નીરથી ભરાઇ રહ્યો છે. ગત બુધવારે સવારે 11:30 વાગ્યાથી આજી ડેમમાં નર્મદા મૈયાની પધરામણી થવા લાગી હતી. એક અઠવાડિયામાં એક મહિનો ચાલે તેટલું પાણી આવી ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનના દિવસ 29મીએ 9 ફૂટની સપાટી કરી દેવાની ગણતરી હતી. તેનાથી નજીકની સપાટી વડાપ્રધાનના આગમનના બે દિવસ પૂર્વે થઇ ગઇ છે.

મંગળવારે રાત્રે 10 વાગ્યે મળેલા અહેવાલ મુજબ ડેમ 8 ફૂટની સપાટીએ પહોંચી ગયો છે. હજુ બુધવારે અને ગુરુવારે અડધો અડધો ફૂટની આવક થતા ડેમ 9 ફૂટની સપાટીએ પહોંચી જવાનો છે.

નોંધનીય છે કે, સૌની યોજના અંતર્ગત આજી ડેમ નર્મદાના નીરથી ભરાય જાય તે વાત એક તબક્કે કાગના વાઘ સમાન હોવાનું મનાતું હતું પરંતુ સરકારે તે ખોટુ સાબિત કરી દીધું છે.

આજી ડેમમાં અવતરણ ઉત્સવ અંતર્ગત મચ્છુ-2માંથી છોડાયેલા નર્મદાનાં નીર આજી ડેમમાં પહોંચી ગયા છે. મંગળવારે આજી ડેમની પાણીની સપાટી 8 ફૂટને પાર કરી ગઈ હતી. જેના પગલે રાજકોટમાં એક સપ્તાહમાં એક મહિનો ચાલે તેટલો નર્મદાના નીરનો જથ્થો ઠલવાઈ ગયો છે. ગુરુવાર સુધીમાં નર્મદા નીરની અવિરત આવકના કારણે આજી ડેમની જળસપાટી નવ ફૂટને પાર કરી જાય તેવી શકયતા વ્યકત કરવામાં આવી છે.

નર્મદાનાં નીરની અવિરત આવકથી જળસપાટી 8 ફૂટ વટી ગઈ

અન્ય સમાચારો પણ છે...