રાજ્યમાં પીટીસીના કોર્સના 2,500 ફોર્મ વધુ ઉપડ્યા
ભાવનગર જિલ્લામાં 4 પીટીસી કોલેજોમાં 300 બેઠકો માટે 500 ફોર્મ આવ્યા
એજ્યુકેશન રિપોર્ટર ¿ રાજકોટ
રાજ્યસરકારે શિક્ષણ સંસ્થાઓમાં ભરતીની પ્રક્રિયા ખરેખર શરૂ કરતા વર્ષે ગત વર્ષની તુલનામાં રાજ્યમાં પીટીસીમાં એડમિશન માટે ફોર્મની સંખ્યામાં 2500 વધારો નોંધાયો છે. પીટીસી જેને હવે ડિપ્લોમા ઇન એલીમેન્ટરી એજ્યુકેશન તરીકે બે સેલ્ફ ફાયનાન્સ પીટીસી કોલેજોમાં કુલ મળી 300 બેઠકો છે તે સામે 500 અરજીઓ પ્રવેશ માટે આવી છે. તો રાજ્યમાં 100 જેટલી પીટીસી સંસ્થાઓ છે તેમાં 10,000 જેટલી બેઠકો માટે વર્ષે 7,000 અરજી આવી છે. જે ગત વર્ષ કરતા 2,500 વધુ છે.
વર્ષે પીટીસીમાં રાજ્ય કક્ષાએ અરજીઓની સ્થિતિ જોઇએ તો રાજ્યમાં કુલ 100 જેટલી પીટીસીની સંસ્થાઓ છે અને તેમાં જે 10,000 જેટલી બેઠકો છે તેમાં એડમિશન માટે 7,000 જેટલી અરજી મળી છે. ગત વર્ષે રાજ્યમાં પીટીસી થવા માટે પ્રવેશની કુલ 5,500 અરજી આવેેલી તે વખતે 2,500 જેટલી વધીને 7,000ના આંકે આંબી છે. જો કે તેમાં સરકારી અને ગ્રાન્ટેડ સંસ્થાઓ માટે વધુ અરજી હોય છે. બાકી સેલ્ફ ફાયનાન્સ સંસ્થાઓ તો વર્ષે પણ મોટા ભાગે ખાલી રહેશે તેવો મત છે.
પીટીસીમાં 2016-17માં પ્રવેશ માટે કાર્યવાહી પૂર્ણ થઇ છે28 જૂનને બુધવારે પીટીસીમાં પ્રવેશ માટે મેરિટ લિસ્ટ જાહેર થશે જે તેની વિધિવત વેબસાઇટ www.ptcgujarat પર જોઇ શકાશે. ત્યાર બાદ 30 જૂનથી ભાઈઓ માટે પીટીસી સંસ્થાઓમાં પ્રવેશની કાર્યવાહી શરુ થશે જે ચાર દિવસ ચાલશે અને પછી 6 દિવસ માટે બહેનો માટે પ્રવેશની કાર્યવાહી ચાલુ રહેશે. રીતે એડમિશન પ્રક્રિયા શરૂ રહેશે.
આજે વેબસાઇટ પર મેરિટ લિસ્ટ જાહેર થશે