• Gujarati News
  • National
  • સાયન્સમાં ફેલ થનારા 8 વર્ષમાં 21,543 વધ્યા

સાયન્સમાં ફેલ થનારા 8 વર્ષમાં 21,543 વધ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર ¿ રાજકોટ

શિક્ષણબોર્ડ દ્વારા લેવાયેલી ધો.12, વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં વર્ષે રાજયમાં નાપાસ થયેલા 25,129 વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા જૂલાઈ માસમાં લેવામાં આવશે.છેલ્લા સાત વર્ષમાં ધો.12 સાયન્સની પૂરક પરીક્ષામાં પરીક્ષાર્થીઓની સંખ્યામાં 21,543નો જબ્બર વધારો થયો છે.

2009માં લેવાયેલી પરીક્ષામાં 3,586 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. તેની સામે વર્ષે 25,129 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જે સાત વર્ષમાં નાપાસ વિદ્યાર્થીઓની સંખ્યામાં સાડા સાત ગણો વધારો દર્શાવે છે. જો કે અગાઉના વર્ષોમાં પૂરક પરીક્ષા એક વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ માટે લેવાતી હતી. હવે આવું નથી. ભાવનગર શહેર-જિલ્લા સહિ‌ત સમગ્ર રાજયમાં ધો.12, વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં વર્ષે નાપાસ કે ગેરહાજર રહેવાથી નાપાસ થયેલા 25,129 વિદ્યાર્થીઓ માટે આગામી જુલાઈ માસમાં પરીક્ષા લેવાશે.

અન્ય સમાચારો પણ છે...