તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • DRDના કોન્ટ્રાક્ટ કર્મીઓની હડતાળ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

DRDના કોન્ટ્રાક્ટ કર્મીઓની હડતાળ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટજિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના મિશન મંગલમ્ સહિત વિવિધ શાખામાં કોન્ટ્રાક્ટ પધ્ધતિ પર કામ કરતા કર્મચારીઅો દ્વારા કાયમી કરવાની માગણી સાથે હડતાળનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મંગળવારે સવારે 11 વાગે રાજકોટના બહુમાળી ભવન પાસે નર્મદા પ્રતિકૃતિ પાસેથી જિલ્લાના 300 જેટલા કર્મચારીઓની રેલી યોજાશે અને કલેક્ટર કચેરીએ જઇને આવેદનપત્ર આપશે.

રાજકોટ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં 1500થી વધુ ગ્રામ વિકાસ એજન્સીના મિશન મંગલમ્ સહિતની અનેકવિધ યોજનાના કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પધ્ધતિથી કામગીરી કરી રહ્યા છે. કર્મચારીઓ દ્વારા તેઓને કાયમી કરવા અને રાજ્ય સરકારના અન્ય કાયમી કર્મચારીઓની જેમ લાભ આપવાની માગણી કરવામાં આવી રહી છે. કર્મચારીઓનું કહેવું છે કે, રાજ્ય સરકાર દ્વારા કોઇ કારણ અપાયા વગર તેઓને છુટ્ટા કરી દઇને અન્ય કર્મચારીઓની જેમ મળતા લાભોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં અાશરે 300 કર્મચારીઓ હડતાળ પર જોડાયા છે. મંગળવારે સવારે 11 વાગ્યે કર્મચારીઓની શહેરના બહુમાળી ભવન પાસે આવેલી નર્મદા પ્રતિકૃતિ પાસેથી રેલી યોજવામાં અાવશે. અને કલેક્ટરને આવેદન આપશે.

બહુમાળી ભવન ખાતેથી રેલી યોજી કલેક્ટરને અાવેદન આપશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો