તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ધો.10નું ગણિતનું પેપર ફૂટી ગયાની અફવા, તપાસ થશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધો.10નું ગણિતનું પેપર ફૂટી ગયાની અફવા, તપાસ થશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શિક્ષણબોર્ડ દ્વારા સોમવારે લેવાયેલ ધોરણ-10ની પરીક્ષામાં ગણિતનું પેપર ફૂટી ગયું હોવાની અફવાને પગલે વિદ્યાર્થીઓમાં અજંપાનું વાતાવરણ ફેલાયું હતું. એક જાગૃત નાગરિકે અંગે રજૂઆત કર્યા બાદ રાજકોટના જિલ્લા કલેકટર વિક્રાંત પાંડેએ અંગે તપાસનો આદેશ આપ્યો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર, સોમવારે સાંજે 5.30 વાગ્યાના અરસામાં એક નાગરિકે કલેકટરને રૂબરૂ મળી અને ગણિતનું પેપર ફૂટી ગયાની રજૂઆત કરી હતી. જો કે, પરિક્ષાનો સમય સવારે 10થી 1.20નો હતો. બપોરે 1.20 મિનિટે પરીક્ષા પૂર્ણ થઈ ગયા બાદ છેક સાંજે અંગેની રજૂઆત થતાં તંત્ર પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયું હતું. અંગે પરીક્ષા શરૂ થયા પૂર્વે અથવા તો પરીક્ષા ચાલુ હતી તે દરમિયાન તંત્રને જાણ કરવામાં આવી હોત તો ફરિયાદના દાવાનું તથ્ય સહેલાઈથી ચકાસાઈ શક્યું હોત.

કલેકટરને રજૂઆત કરનાર વ્યક્તિના જણાવ્યા મુજબ, હાથે લખાયેલું પેપર સવારે 9.20 વાગ્યે વોટ્સએપના કેટલાક ગ્રુપમાં વાયરલ થયું હતું. રજૂઆતને પગલે કલેકટરે શિક્ષણ કમિશનર એ.જે. શાહ સાથે વાત કરી હતી અને વોટ્સએપમાં પેપર વાયરલ થયા અંગેની સત્યતા તપાસવા આદેશ આપ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ધોરણ-10નું ગણિતનું પેપર સરળ નીકળ્યું હતું અને અઘરા ગણાતા વિષયનું સહેલું પેપર નીકળતા મોટાભાગના વિદ્યાર્થીઓ ખુશખુશાલ થઈ ગયા હતા. જો કે, બાદમાં પેપર લીક થયાની મોડી સાંજે ફેલાયેલી અફવાને પગલે વિદ્યાર્થીઓમાં અજંપો ફેલાયો હતો અને જો તપાસમાં દાવો સાચો સાબિત થાય તો પરીક્ષા ફરીથી લેવી પડે કે નહીં તે અંગેની ચિંતા ભરી ચર્ચાઓ શરૂ થઈ હતી. તપાસનું તારણ સત્વરે આવે તેવું વિદ્યાર્થીઓ ઈચ્છી રહ્યા છે.

પેપર સવારે વાઈરલ થયું હોવાનો દાવો

જાગૃત નાગરિકે સાંજે કલેક્ટરને જાણ કરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો