તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મનરેગાનું રૂપિયા 10.56 લાખનું બજેટ, 4.15 લાખના માનવ દિન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મનરેગાનું રૂપિયા 10.56 લાખનું બજેટ, 4.15 લાખના માનવ દિન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેન્દ્રસરકારની મનરેગા યોજના માટે રાજકોટ જિલ્લાનું રૂ.10.56 લાખનું બજેટ ફાળવવામાં આવ્યું છે. બજેટ અંતર્ગત 4.15 લાખ માનવ દિન રોજગારી ઊભી કરવામાં આવશે. ગયા વર્ષે 2016-17ના વર્ષમાં 816.74 લાખનું બજેટ મંજૂર કરાયું હતું અને 3.72 લાખ માનવ દિનનો લક્ષ્યાંક હતો તેની સામે 3.46 લાખ માનવ દિન થયા હતા.

કેન્દ્ર સરકારની એન.આર.ઇ.જી.એસ. યોજના 1લી એપ્રિલ,2008થી અમલમાં આવી છે. મનરેગા યોજના હેઠળ વ્યક્તિગત અને સામૂહિક કામો કરવામાં આવે છે. સામૂહિક કામોમાં તળાવ ઊંડા ઉતારવા, ચેકડેમ ઊંડા ઉતારવા, નવા ચેકડેમ બનાવવા, કોઝવે, મધ્યમ તથા નાની સિંચાઇના કામો, નહેરોનું નવીનીકરણ, ગૌચરની જમીનમાં વૃક્ષારોપણ જૂથ કૂવા, રસ્તાની બન્ને બાજુ વૃક્ષારોપણ વગેરે કામો થઇ શકે છે, જ્યારે વ્યક્તિગત કામોમાં બાગાયત, જમીન સમતલ, ગાય-ભેંસ જેવા પશુઓ માટે ગમાણ, અળસિયાનું ખાતર વગરે કામો થઇ શકે છે.

વર્ષ 2017-18માં યોજના અંતર્ગત રૂ.10.56 લાખનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. તે અંતર્ગત 4.15 લાખ માનવ દિનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

હવે વધારાના કામ સેલ્ફ ઓફ પ્રોજેક્ટમાં સમાવાશે

ખેત તલાવડી, કેટલ શેડ સહિતનાં કામો સૂચવાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો