તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • જીટીયુના બીઇ સેમ. 1નું પરિણામ જાહેર: 47.63 ટકા પરિણામ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીટીયુના બીઇ સેમ.-1નું પરિણામ જાહેર: 47.63 ટકા પરિણામ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતટેક્નોલોજિકલ યુનિવર્સિટી દ્વારા બી.ઇ. સેમેસ્ટર-1નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યની 104 કોલેજના 28277 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 13471 પાસ અને 14806 વિદ્યાર્થીઓ નાપાસ જાહેર થયા છે. આમ જીટીયુનું પરિણામ 47.63 ટકા આવેલું છે, જ્યારે સમગ્ર રાજ્યમાં વી.વી.પી. એન્જિનિયરિંગ કોલેજનો દબદબો જળવાઇ રહ્યો છે અને એસપીઆઇ પ્રમાણે વીવીપી એન્જિનિયરિંગ કોલેજ રાજ્યમાં પ્રથમ ક્રમે આવી છે. ઝોનવાઇઝ પરિણામ જોઇએ તો પ્રથમ ક્રમે વલ્લભ વિદ્યાનગરનું 55.82, દ્વિતીય ક્રમે સુરત ઝોનનું 49.65, તૃતીય ક્રમે અમદાવાદ ઝોનનું 47.42, ચોથા ક્રમે રાજકોટ ઝોનનું 45.10 અને પાંચમા ક્રમે ગાંધીનગર ઝોનનું 41.27 ટકા પરિણામ જાહેર થયું છે.

ઉલ્લેખનીય છે કે, જીટીયુની પરીક્ષામાં અગાઉ પણ વીવીપી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ રાજ્યમાં પ્રથમ હરોળમાં મેદાન માર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો