તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વલસાડમાં ઉત્તમ કામગીરી બદલ ડો.વિક્રાંત પાંડેને એવોર્ડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડમાં ઉત્તમ કામગીરી બદલ ડો.વિક્રાંત પાંડેને એવોર્ડ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

વલસાડજિલ્લામાં વર્ષ 2013-14માં કલેક્ટર તરીકેને પ્રશંસનીય કામગીરી કરનારા રાજકોટ કલેક્ટરને રાજ્ય સરકાર દ્વારા બેસ્ટ કલેક્ટર તરીકે પસંદ કરાયા છે અને તેમને શુક્રવારે મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ અપાશે.

કલેક્ટર ડો.વિક્રાંત પાંડે વલસાડમાં કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે અતિવૃષ્ટિ વખતે કરેલી કામગીરી અને લોકસભાની ઇલેક્શન વખતે મતદારોને મતદાન કરવા માટે 11 લાખ પોસ્ટકાર્ડ લખવાની કામગીરી તથા 33000 લાભાર્થીઓને વિકલાંગ અને વિધવા સહાયની પ્રશંસનીય કામગીરી કરી હતી અને માટે તેમણે 2.58 લાખ પરિવારોનો ડોર ટુ ડોર સરવે કરાવ્યો હતો. 11 લાખ પોસ્ટકાર્ડ લખવાની કામગીરી માટે તેમનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ તથા લિમ્કા બુક ઓફ રેકર્ડમાં પણ નોંધાયું હતું. ઉપરાંત આધારકાર્ડની કામગીરીમાં પણ વલસાડ સમગ્ર રાજ્યમાં મોખરે રાખવાની કામગીરીની નોંધ લેવાઇ છે અને તેમની બેસ્ટ કલેક્ટરના એવોર્ડ માટે પસંદગી કરાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડો.વિક્રાંત પાંડેએ રાજકોટ જિલ્લામાં આવતાવેત આંતરરાષ્ટ્રીય યોગ દિવસે 1587 સગર્ભા મહિલાઓને યોગ કરાવી વધુ એક ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ રચ્યો છે.

શુક્રવારે મુખ્યમંત્રીના હસ્તે સન્માનિત કરાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો