તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સર્વોદય કોલેજ અને જાની કેસની તપાસ માટે આજે કમિટી રચાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સર્વોદય કોલેજ અને જાની કેસની તપાસ માટે આજે કમિટી રચાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પી.ડી.એમ.કોલેજ કેમ્પસ ખાતે સર્વોદય એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કોલેજને ગેરકાયદેસર મંજૂરી અપાયાના પ્રકરણમાં રાજ્યપાલે તપાસનો આદેશ કર્યો છે જેના અનુસંધાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજે તપાસ કમિટી નિમવામાં આવશે. તેમજ કમલેશ જાની પ્રકરણની તપાસ માટે પણ કમિટી નિમવામાં આવનાર છે.

યુનિવર્સિટી દ્વારા જોડાણ મેળવી 2008માં ધારી ખાતે દામાણી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દામાણી સાયન્સ એન્ડ કોલેજ શરૂ કરવામાં આવી હતી અને એક વર્ષમાં દામાણી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટને રાજકોટ ખાતે અંબાજી કડવા પ્લોટમાં અન્ય ટ્રસ્ટ નવયુગ ચેરિટેબલ ટ્રસ્ટનું નામ અપાવી ભાજપના જૂનાગઢ ખાતેના ભરતભાઇ ગાજીપરાએ તબદીલ કરાવી લીધી હતી. 2009માં નવયુગ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કોલેજને સર્વોદય એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટમાં તબદીલ કરવામાં આવી હતી. કોલેજ ભાડાના મકાનમાં ચાલતી હતી અને આજેપણ ચાલે છે. મુદ્દે એમ.એમ. બુધવાણી નામના એક્ટિવિસ્ટે રાજ્યપાલને ફરિયાદ કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને તપાસના આદેશ કરાયો છે. મુદ્દે કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટને પીડીએમ કોલેજ કેમ્પસમાં મંજૂરીના મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તપાસ કમિટી નિમવામાં આવશે તેમજ કમલેશ જાની પ્રકરણની તપાસ માટે કમિટી નિમાશે. કમિટીમાં ડીનના અધ્યક્ષસ્થાને ત્રણ સભ્યોને તપાસ સોંપવામાં આવશે અને તેના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરાશે.

રાજ્યપાલે તપાસનો આદેશ કરતા યુનિવર્સિટીનો નિર્ણય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો