તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સસ્તામાં કારના બહાને બે માસ પહેલાં પણ બે યુવક લૂંટાયા’ તા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સસ્તામાં કારના બહાને બે માસ પહેલાં પણ બે યુવક લૂંટાયા’ તા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્વેસ્ટિગેશન રિપોર્ટર|રાજકોટ

OLXપર જૂજ વપરાયેલી કાર પાણીના ભાવે વેચવાની જાહેરાત મૂકીને સાબુના વેપારી અતુલભાઇ દેવમુરારીને રાજસ્થાના અલવરમાં બોલાવી લૂંટી લેનાર ટોળકીનો શિકાર બનેલા વધુ એક યુવકે દિવ્ય ભાસ્કરનો સંપર્ક કરી તેને કઇ રીતે બંધક બનાવી લૂંટી લેવાયા હતા તેની આપવીતી વર્ણવી હતી. કેસમાં પણ આજીડેમ પોલીસે ગુનો નોંધવાના બદલે બનાવ અલવરમાં બન્યો હોવાથી અલવર પોલીસનો સંપર્ક કરવાનું કહીને યુવકને રવાના કરી દીધાની વિગત બહાર આવતા ગેંગ વધુ કોઇને શિકાર બનાવે પહેલાં કમિશનર ગેહલોત મામલે અંગત રસ લઇને તપાસ કરાવે તેવી માગણી ઊઠી છે.

દિવ્ય ભાસ્કરમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલ વાંચીને સંપર્ક કરનાર લાપાસરીના જયેશ ઇશ્વરગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, તે ડ્રાઇવિંગ કરે છે. નવેમ્બર -2016માં મિત્ર અમિતભાઇ સુરાણીએ OLX પર સ્વિફ્ટ કાર સસ્તામાં દેવાની જાહેરાત બતાવી હતી. આથી નંબર ઉપર સંપર્ક કરતા 1 વર્ષ જૂની કાર 4 લાખમાં આપવાનું કહીને અલવર બોલાવ્યા હતા. જયેશભાઇ અને અમિતભાઇ રોકડ લીધા વિના 8 નવેમ્બર 2016ના સાંજે અલવર પહોંચ્યા હતા. જ્યાં જયેશભાઇએ બીજા દિવસે આંગડિયામાં પૈસા આવી જશે તેમ કહેતા આરોપીઓએ બંનેને મકાનમાં બંધક બનાવી લૂંટીને સવારે આંગડિયામાં પૈસા આવે પછી મુક્ત કરવાની ધમકી આપી હતી. સદનસીબે રાતે નોટબંધીના સમાચાર મળતા બંનેને રૂ.800 આપીને મુક્ત કરી દેવાયા હતા.

દિવ્ય ભાસ્કરમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલ વાંચીને સંપર્ક કર્યો, પોલીસે કિસ્સામાં તેની પણ ફરિયાદ લીધી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો