તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન રિપોર્ટર|રાજકોટ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર|રાજકોટ

યુનિવર્સિટીગ્રંથ નિર્માણ બોર્ડનો રથ સોમવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંગણે આવી પહોંચ્યો હતો અને એક દિવસ ઊભેલા રથે રૂ.50 હજારથી વધુ રકમના પુસ્તકોનો વેપાર કર્યો હતો. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના ઉપાધ્યક્ષ ભાવનાબેન દવેએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણ, તમામ ભવનોના વડા, તમામ ફેકલ્ટીઓના ડીન અને બોર્ડ ઓફ સ્ટડીઝના ચેરમેનો સાથે બેઠક યોજી નવા લેખકોને લેખન કાર્ય માટે આગળ આવવા માટે આહવાન કર્યું હતું.

ગ્રંથ નિર્માણ બોર્ડના ઉપાધ્યક્ષ ભાવનાબેન દવેએ જણાવ્યું હતું કે, એક સમયે ખોટ કરતા ગ્રથ નિર્માણ બોર્ડ આજે દરરોજનો રૂ.50 થી 80 હજારનો વકરો કરે છે અને નફો કરતું બોર્ડ બની ગયું છે. જે કોઇ લેખકો યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ માટે પુસ્તકો લખવા માગતા હોય તેઓ તેમની પ્રપોઝલ બોર્ડને મોકલાવી આપે, પ્રપોઝલની સ્ક્રૂટિની કર્યા બાદ યોગ્ય લેખકને યોગ્ય વિષય માટે લખવા માટે મંજૂરી અપાશે.

ભૂગોળ માટે ભારદ્વાજની આગેવાની હેઠળ ટીમ તૈયાર કરાઇ

ધર્મેન્દ્રસિંહજીઆર્ટસ કોલેજના અધ્યાપક ભારદ્વાજે ભૂગોળ વિષય યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષામાં પણ ખૂબ અગત્યનો હોય ગુજરાતના વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવો અભ્યાસક્રમ તૈયાર કરવાની દરખાસ્ત કરતા 3 લેખકોની કમિટી બનાવવામાં આવી હતી અને તેઓને ભૂગોળનું પુસ્તક તૈયાર કરવાની જવાબદારી સોંપાઇ છે.

ખોટ કરતા બોર્ડને નફો કરતા બોર્ડમાં પરિવર્તિત કરતા નવા ઉપાધ્યક્ષ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો