તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ જિલ્લાની 4 બેઠક માટે કોંગ્રેસમાં 50 મુરતિયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ જિલ્લાની 4 બેઠક માટે કોંગ્રેસમાં 50 મુરતિયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટીદારના નેતૃત્વમાં કોંગ્રેસ ચૂંટણી લડશે

નવસર્જનગુજરાતના સૂત્ર સાથે કોંગ્રેસ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારી આરંભી દીધી છે ત્યારે ગાંધીનગર ખાતે સોમવારે વિધાનસભાની ચૂ઼ંટણી સમયે કોંગ્રેસ સામે આવી પડનારા પડકારોને પહોંચી વળવા સંકલન અને વિચાર વિમર્શ કરવા પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, એ.આઇ.સી.સી.ના મહામંત્રી અને પ્રભારી ગુરુદાસ કામત તથા વિધાનસભાના નેતા શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી. બેઠકમાં રાજકોટ જિલ્લાની વિધાનસભાની ચાર બેઠકો માટે 50થી વધુ લોકોઅે ચૂંટણી લડવા ઇચ્છા દર્શાવી હતી અને માટેના જરૂરી ફોર્મ પણ ભર્યા હતા.

જિલ્લા પંચાયતના પ્રમુખો, વિવિધ સમિતિઓના ચેરમેનો તથા કોંગ્રેસના જિલ્લા, તાલુકા તેમજ શહેરના પ્રમુખો અને આગેવાનો તથા કાર્યકરોની હાજરીમાં યોજાયેલી બેઠકમાં વિધાનસભાની ચૂંટણી લડવા ઇચ્છુક લોકોની યાદી તૈયાર કરવા ફોર્મ પણ ભરવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લાની વિધાનસભાની ચાર બેઠકો માટે ધારાસભ્ય ઇન્દ્રનીલભાઇ રાજ્યગુરુ, ડો.હેમાંગભાઇ વસાવડા, ડો.દિનેશભાઇ ચોવટિયા, નિલેશભાઇ વિરાણી, મિતુલભાઇ દોંગા સહિતના અનેક આગેવાનો તથા દલિત સમાજના અન્ય લોકોએ પણ ફોર્મ ભર્યા હતા.

એ.આઇ.સી.સી.ના મહામંત્રી ગુરુદાસ કામતે સંમેલનને સંબોધતા કહ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણી નવ ગુજરાત સર્જન કોંગ્રેસ આવે છે સૂત્ર સાથે લડાશે.

ચૂંટણીમાં વ્યક્તિગત રાગદ્વેષ ભૂલીને માત્ર કોંગ્રેસના ચૂંટણી નિશાનને અગ્રતા આપી પાટીદાર સમાજના નેતૃત્વમાં લડવામાં અાવશે.આ ચૂંટણીમાં કોંગ્રેસની જીત નિશ્ચિત છે તેવો આત્મવિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. જયારે રાજકોટ જિલ્લાની ચાર બેઠક માટે કોંગ્રેસમાંથી 50 ઉમેદવારોએ દાવેદારી નોંધાવતા અત્યારથી ગરમાવો આવી ગયો છે.

ગાંધીનગરની બેઠકમાં ધારાસભાની ચૂંટણી સંદર્ભે થઈ ચર્ચા-વિચારણા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો