તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ‘ગાડીમાં બેસી જા, 10 લાખ આપંુ’ કહી યુવાનને છરીનો ઘા ઝીંકી દીધો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘ગાડીમાં બેસી જા, 10 લાખ આપંુ’ કહી યુવાનને છરીનો ઘા ઝીંકી દીધો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
10લાખ રૂપિયાની ઉઘરાણીના મુદે્ યુવાનને ઈનોવા કારમાં બેસાડી ઢીકાપાટુનો માર મારી બે શખ્સોએ છરીનો ઘા ઝીંકી દીધાની ફરિયાદ નોંધાયા બાદ તાલુકા પોલીસે ત્વરીત કાર્યવાહી કરી બન્ને આરોપીને ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગુરુકુળ પાછળ માટેલ સોસાયટી શેરી નં.1માં રહેતા નિર્મળભાઈ ઉર્ફે નીરુભાઈ વરવાભાઈ સબાડે તાલુકા પોલીસમથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના ભાઈ મહેશને જયંતીભાઈ પાસેથી રૂપિયા 10 લાખ લેવાના હતા. દરમિયાન સોમવારે સવારે 9 વાગ્યે તેઓ નાના મવા રોડ પર મકાજી સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જયંતીભાઈ રણછોડભાઈ કપુરિયા (રહે. બાલાજી હોલ પાછળ, સરદાર પટેલ પાર્ક-2) અને ફારુક ઉર્ફે મુન્નો સુજિતભાઈ પઢિયાર ઈનોવા કારમાં જઈ રહ્યા હતા.

આથી બન્નેને રોકીને મહેશભાઈના રૂપિયા 10 લાખની ઉઘરાણી કરતા બન્ને શખ્સોએ નિર્મળભાઈ પર હુમલો કરી બેફામ માર માર્યો હતો અને જયંતીભાઈએ છરી કાઢીને કાન ઉપર માથાના ભાગે ઘા ઝીંકી દીધો હતો.

ઘટના સંદર્ભે તાલુકા પોલીસમથકના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એમ. સોનરાતે બન્ને આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

નાના મવા રોડ પર મકાજી સર્કલ પાસે જાહેરમાં હુમલો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો