તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિણીતાનો અાપઘાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રોણકીગામમાં રહેતી શિલ્પા વિજયભાઇ ડાભી (ઉ.વ.24) રવિવારે રાતે અગ્નિસ્નાન કરી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં પહોંચેલા 108ના ઇએમટી શૈલેષભાઇએ તેને મૃત જાહેર કરતા પોલીસને જાણ કરવામાં આવી હતી. ગાંધીગ્રામ પોલીસ મથકના ફોજદાર એ.એમ.હેરમા સ્ટાફ સાથે સ્થળ પર પહોંચ્યા હતા, મૃતકના પિતા જેન્તીભાઇ સવજીભાઇ ચારોલાએ પોલીસને જણાવ્યા મુજબ, પુત્રીના લગ્ન પાંચ વર્ષ પહેલાં થયા હતા. સાસરિયાં તેને નાની નાની વાતમાં ત્રાસ આપી ઘરે ફોન પણ કરવા દેતા હતા. પતિ, સાસરિયાંના ત્રાસના કારણે પુત્રીએ આવું પગલું ભરી લીધું હતું. જેન્તીભાઇની ફરિયાદ પરથી મૃતકના પતિ વિજય ડાભી, જેઠ લાલા ડાભી, જેઠાણી શોભનાબેન, દિયર અજય ડાભી અને સસરા રણછોડભાઇ સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ બી.ટી.વાઢિયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો