તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ચેમ્બરની ચૂંટણી નજીક આવતા બન્ને જૂથ સભ્યો બનાવવા સક્રિય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેમ્બરની ચૂંટણી નજીક આવતા બન્ને જૂથ સભ્યો બનાવવા સક્રિય

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં હવે બે જૂથ સામ સામે આવી ગયા છે, ત્યારે ચૂંટણી નજીક આવતાની સાથે બન્ને જૂથ લોકોને સભ્ય બનાવવા સક્રિય થયા છે. 31 માર્ચ સુધીમાં જે સભ્યો હશે તે મતદાન કરી શકશે. આગામી એક સપ્તાહમાં ચેમ્બરની બોર્ડ બેઠક છે અને તેમા ચૂંટણી જાહેર થશે. બોર્ડ બેઠકમાં સભ્યો નોંધણીને લીલીઝંડી અપાશે.

રાજકોટ ચેમ્બરમાં હાલ 1900 સભ્યો છે કે જેમણે સભ્ય ફી ભરી છે. ઉપરાંત 800 એવા સભ્યો છે, જેમને સભ્યપદ રિન્યૂ નથી કરાવ્યું. રાજકોટ ચેમ્બરના વર્તમાન પ્રમુખ સમીર શાહ ગત બોર્ડ બેઠકમાં શિવલાલને દૂર કરી કાવાદાવા કરી પોતે પ્રમુખ બની ગયા છે. પ્રક્રિયાથી નારાજ થઇ શિવલાલ, ઉપેન મોદી સહિતના સાત કારોબારી સભ્યોએ રાજીનામાં આપી દીધા હતા. ચેમ્બરમાં 24 કારોબારી સભ્યોની ચૂંટણી માસમાં જાહેર થવાની છે. આગામી બોર્ડ બેઠકમાં સભ્યો નોંધણી, ચૂંટણી કમિટીની જાહેરાત કરવામાં આવશે.

ચેમ્બરના બંધારણ મુજબ 31 માર્ચ સુધી સભ્યપદ ચાલુ રહે છે. અત્યારે કોઇ નવા સભ્ય બને તો તેમની પાસેથી 1150 એન્ટ્રી ફી અને 1100 સભ્ય ફી લેવામાં આવે છે. આમ કોઇ ડબલ ખર્ચ કરવા તૈયાર થાય તે સ્વભાવિક છે. 800 સભ્યો એવા છે કે તેમણે સભ્ય પદ રિન્યૂ નથી કરાવ્યું. આવા સભ્યોને સક્રિય કરવા માટે બન્ને જૂથ કામે લાગ્યા છે.

ભાજપે સમીર શાહને સ્ટેજ પર જગ્યા આપી

રાજકોટચેમ્બરના પાર્થ ગણાત્રાની રજૂઆત બાદ રાજકોટમાં યેલોફિવર વેક્સિન મૂકવાનું કેન્દ્ર મંજૂર થયું હતું. કેન્દ્રના પ્રારંભ પ્રસંગે ભાજપના આગેવાન ધનસુખભાઇ ભંડેરી, મેયર જૈમનભાઇ, ડેપ્યુટી મેયર દર્શિતાબેનના હસ્તે યેલોફિવર વેક્સિનનો પ્રારંભ કરાયો હતો. સિવિલ હોસ્પિટલમાં કાર્યક્રમમાં ચેમ્બરના પ્રમુખ સમીર શાહ પણ હાજર રહ્યા હતા, પરંતુ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાજપના આગેવાનોએ સમીર શાહને સ્ટેજ પર બેસવા માટે જગ્યા નહીં આપતા તેમણે ઓડિયન્સમાં બેસવું પડ્યું હતું.

નવા સભ્યો બનવાના બદલે રિન્યૂ વધુ થવાની સંભાવના

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો