તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મામાના ઘરે આવેલા ભાણેજનો આપઘાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંકાનેરનજીક કુવાડવા રોડ પર સેવા સદન પાછળના રેલવે ટ્રેક પર રાત્રીના રાજકોટમાં જમીન મકાનની દલાલી કરતા લોહાણા પરિવારના એકનાએક પુત્ર કોઈ ટ્રેન નીચે પડતું મૂકી જીવ દીધો હતો. યુવક વાંકાનેર તેમના મામાને ઘેર આવ્યો હતો અને રાત્રીના પરત રાજકોટ ઘરે જવાનું કહીને નીકળ્યો હતો. એકના એક પુત્ર ઉંમર મોટી થઇ ગઈ હોય અને સગપણ થતું હોય આવું પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે.

વાંકાનેરના કુવાડવા રોડ પર આવેલા પોસ્ટના ક્વાર્ટર્સની સામ યુવકે ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કર્યાે હતો. બનાવની જાણ થતાં દોડી આવેલી પોલીસે રેલવે ટ્રેક નજીક પડેલા બાઇકના નંબરના આધારે તપાસ હાથ ધરી હતી.

દરમિયાન મૃતક યુવાન રાજકોટમાં જમીન મકાનની દલાલીનું કામ કરતા બગડાઈ પરિવારના એકના એક પુત્ર મોહિત કિશોરભાઈ બગડાઈ (રહે. તિરૂપતિ નગર , રાજકોટ)નું હોવાનું તપાસમાં ખૂલ્યું હતું. મોહિત મંગળવારે વાંકાનેરમાં રહેતા તેના મામાને ઘેર ગયો હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે મૃતકના મામાને બોલાવ્યા હતા તેમણે મૃતદેહ તેના ભાણેજ મોહિતનો હોવાનું ઓળખી બતાવ્યો હતો. મોહિતની ઉંમર 35 વર્ષની થઇ ગઇ હોવા છતાં ક્યાંય સગપણ થતું હોય તેની માનસિક ચિંતામાં ને ચિંતામાં આવું પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું. એકના એક પુત્રના મોતથી બગડાઈ પરિવાર સ્તબ્ધ થઇ ગયો હતો.

મોટી ઉંમર થઇ હોવા છતાં સગપણ થતું હોય અંતિમ પગલું ભર્યાનું તારણ

રાજકોટના યુવાને વાંકાનેર નજીક ટ્રેન નીચે ઝંપલાવી જીવતર ટૂંકાવી લીધું

અન્ય સમાચારો પણ છે...