તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ માર્કેટ યાર્ડનું ઇ માર્કેટ પ્લેટફોર્મમાં જોડાણ

રાજકોટ માર્કેટ યાર્ડનું ઇ-માર્કેટ પ્લેટફોર્મમાં જોડાણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇ-ટ્રેડિંગથી ખેડૂતોને સારા ભાવ મળશે

ગાંધીનગરથીમુખ્યમંત્રીએ રાજકોટ સહિત 37 ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓનું ઇ-નેશનલ એગ્રિકલ્ચર માર્કેટ (ઇ-નામ) સાથે જોડાણ કર્યું છે. યોજનાથી ખેડૂતો પોતાનો માલ કોઇ પણ યાર્ડમાં પોતાની ઇચ્છ મુજબના ભાવે વેચાણ માટે મૂકી શકે છે.ભારત સરકારની મહત્ત્વાકાંક્ષી યોજનાના માધ્યમથી ખેડૂતોને ખેત પેદાશનો પોષણક્ષમ અને સ્પર્ધાત્મક ભાવ મળશે.

સરકારે નેશનલ એગ્રિકલ્ચર માર્કેટ યોજના હેઠળ વધુ 37 યાર્ડમાં ઇ-ટ્રેડિંગની સુવિધાનો પ્રારંભ કર્યો છે. ખેતપેદાશોનું ઓનલાઇન વેચાણ માટે ગાંધીનગર સચિવાલયથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઇ-ટ્રેડિંગ સેવાનુ લોકાર્પણ કર્યું હતું. સેવાનો પ્રારંભ રાજકોટ ઉપરાંત જસદણ, સાવરકુંડલા, જામનગર, જામખંભાળિયા સહિતના યાર્ડમાં કરવામાં આવ્યો છે. ઇ-ટ્રેડિંગ ચેનલમાં દેશના 400 યાર્ડ એક બીજા સાથે જોડાઇ ગયા છે. પોર્ટલના માધ્યમથી ખેડૂતોને ખેત પેદાશના સારા ભાવ મળશે. અન્ય યાર્ડમાં કેટલા ભાવમાં માલનું વેચાણ થાય છે તે ખેડૂતો જાણી શકે છે. રાજકોટ યાર્ડના સેક્રેટરી બી.આર. તેજાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ યાર્ડમાં ઇ-ટ્રેડિંગ માટે હાલ કમ્પ્યૂટર મૂકવામાં આવ્યા છે.

યોજનાથી ખેડૂતોને કેવી રીતે લાભ થશે

અત્યારસુધી ખેડૂતો પોતાના ખેતરથી નજીક હોય તે યાર્ડમાં માલ લઇને જાય અને ત્યાં જે ભાવ હોય તે ભાવે માલનું વેચાણ કરતો હતો, પરંતુ ભારત સરકારની ‘ઇ નામ’ પોર્ટલ યોજનાના પ્રથમ તબક્કામાં ઇન્ટર કનેક્ટ યાર્ડમાં જણસીની હરાજીના ભાવ ખેડૂતોને જોવા મળશે. બીજા તબક્કામાં યાર્ડમાં લેબોરેટરી ઊભી કરાશે. જેમાં જણસીની ક્વોલિટી મુજબ લેબમાં ગ્રેડ આપવામાં આવશે અને ખેડૂત પોતાનો માલ જે ગ્રેડનો હોય તે મુજબ ઓનલાઇન વેચાણ માટે મૂકી શકે છે. શેરબજારની જેમ ઓનલાઇન જણસીની ટ્રેડિંગ કરી શકાશે.

રાજ્યના 37 યાર્ડનું ઈ-નામ સાથે જોડાણ

અન્ય સમાચારો પણ છે...