તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ‘લો’ની ડિગ્રી મેળવવા વિદ્યાર્થીએ કરી ઠગાઈ

‘લો’ની ડિગ્રી મેળવવા વિદ્યાર્થીએ કરી ઠગાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડવોકેટના સિક્કાનો ઉપયોગ કરી સર્ટિફિકેટ બનાવીને કોલેજમાં રજૂ કરી દીધું

પાંધીકોલેજમાં ‘લો’ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ એડવોકેટના લેટરપેડ અને સિક્કાઓનો ગેરઉપયોગ કરી બારોબાર ઇન્ટર્નશિપ સર્ટિફિકેટ બનાવી કોલેજમાં રજૂ કરી દીધું હતું. છેતરપિંડીમાં વિદ્યાર્થીને તેના પિતાએ પણ મદદગારી કરતા બંને સામે ગુનો નોંધાયો હતો.

રજપૂતપરામાં સંજય કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ઓફિસ ધરાવતા એડવોકેટ મનોહરસિંહ ખુમાનસિંહ જાડેજાએ એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાંં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભક્તિનગર સોસાયટીમાં રહેતાં મિહીર તુલસી સોલંકી અને તેના પિતા તુલસી ઇશ્વર સોલંકીના નામ આપ્યા હતા. એડવોકેટ મનોહરસિંહ જાડેજાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મિહીર સોલંકી પાંધી કોલેજમાં એલએલબીના છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. છેલ્લા સેમેસ્ટરમાં માન્ય એડવોકેટની નીચે વિદ્યાર્થીએ કેટલાક કેસોનો અભ્યાસ કરી એડવોકેટ મારફત ઇન્ટર્નશિપ સર્ટિફિકેટ મેળવી તે પ્રમાણપત્ર કોલેજમાં રજૂ કરવાનું હોય છે.

મિહીર સોલંકીએ એક પણ દિવસ એડવોકેટ મનોહરસિંહ જાડેજા પાસેથી તાલીમ લીધી નથી, કોર્ટ કેસમાં હાજર રહ્યો નથી તેમ છતાં કેટલાક કેસોનો ઉલ્લેખ કરી તેને રિફર કર્યાનું દર્શાવી મનોહરસિંહના લેટરપેડ તૈયાર કરી તેના પર સહી સિક્કા લગાવી દીધા હતા અને સર્ટિફિકેટ કોલેજમાં રજૂ કરી દીધું હતું. કામગીરીમાં મિહીરને તેના પિતા ટેક્સ કન્સલ્ટન્ટ તુલસી સોલંકીએ મદદગારી કરી હતી. પોલીસે એડવોકેટ મનોહરસિંહની ફરિયાદ પરથી પિતા-પુત્ર સામે ગુનો નોંધી બંનેની ધરપકડ કરવાની તજવીજ શરૂ કરી હતી.

નોંધનીય છે કે, વકીલની ડિગ્રી મેળવવા માટે વિદ્યાર્થીએ પહેલાં વકીલના લેટરપેડ અને સિક્કાનો ગેરઉપયોગ કરતા છેતરપિંડીના ગુનામાં ફસાઈ ગયો હતો. બનાવથી ચકચાર જાગી છે.

વિદ્યાર્થી અને પિતા સામે ગુનો નોંધાયો

અન્ય સમાચારો પણ છે...