તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સેબીના માર્ગદર્શનની રાહ જોતું કોમોડિટી એક્સચેન્જ

સેબીના માર્ગદર્શનની રાહ જોતું કોમોડિટી એક્સચેન્જ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્ષ2014-2015ના કેન્દ્ર સરકારના બજેટમાં નાણામંત્રી અરૂણ જેટલીએ રિજિયોનલ કોમોડિટી એક્સચેન્જને સેબીમાં મર્જ કરવાનું જાહેર કર્યું હતું. ત્યાર બાદ સેબીએ દેશના રિજિયોનલ કોમોડિટી એક્સચેન્જને મર્જ કરવા માટે પ્રક્રિયા હાથ ધરી હતી અને 28 સપ્ટેમ્બર 2016 સુધીનો સમય આપ્યો હતો. દેશમાં એક માત્ર રાજકોટ ખાતે રાજકોટ કોમોડિટી એક્સચેન્જમાં એરંડા વાયદાના સોદા થઇ રહ્યા છે. રાજકોટ કોમોડિટી એક્સચેન્જને સેબીમાં મર્જ કરવા માટે પૂરતું ફંડ નથી, તેમજ અન્ય નિયમોનું પાલન પણ કરી શકે તેમ નથી. ત્યારે હવે મુદત પૂરી થઇ ગયા બાદ રાજકોટ કોમોડિટી એક્સચેન્જ સેબીની નવી ગાઇડલાઇનની રાહ જોઇ રહ્યું છે. જો કે, ચેરમેને કહ્યું હતુ કે, સેબીની નવી સૂચના આવે ત્યાં સુધી એરંડા વાયદાના સોદા ચાલુ રહેશે. રાજકોટ કોમોડિટી એક્સચેન્જના ચેરમેન રાજુભાઇ પોબારૂએ જણાવ્યું હતું કે, અમે સેબીમાં રજૂઆત કરી છે અને વહેલી તકે પ્રશ્ન હલ થશે. હાલ ડિસેમ્બર વાયદો ખુલી ગયો છે, તેથી વાયદા બજાર બંધ કરવાનો પ્રશ્ન નથી. સેબી થોડી રાહત આપે તો કોમોડિટી એક્સચેન્જ ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...