• Gujarati News
  • National
  • રાજકોટ જિલ્લા પંચાયતમાં નવો નિયમ

રાજકોટ જિલ્લા પંચાયતમાં નવો નિયમ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સામાન્ય સભા પૂર્વે પ્રશ્નો સંકલન સમિતિમાં મુકાશે

આગામી સામાન્ય સભામાં પણ હવે 129માંથી માત્ર અધિકારીઓને ભીડવતા પ્રજાહિતના પ્રશ્નો પૂછાશે

એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર.રાજકોટ

રાજકોટજિલ્લા પંચાયતના બે જૂથ વચ્ચે સમાધાન થયા બાદ હવે બન્ને જૂથને ‘ડહાપણની દાઢ’ ફૂટવા લાગી છે અને વિવાદને વધુ વકરતો અટકાવવા સામાન્ય સભામાં પ્રશ્નો પૂછતા પહેલા કોંગ્રેસના સભ્યોએ સંકલન સમિતિ સમક્ષ પ્રશ્નો રજૂ કરવાનાે નિર્ણય કરાયો છે.

જિલ્લા પંચાયતમાં 20 જૂને સામાન્ય સભા મળશે ત્યારે અગાઉ બે જૂથ વચ્ચે વિવાદ હોવાથી પ્રમુખને ભીડવવા બીજા જૂથે આયોજન કર્યું હતું અને તેના પગલે પ્રશ્નોનો મારો કરતા પ્રજાહિતના પ્રશ્નોના બદલે આંતરિક દાવ લેવાના પ્રશ્નોની સંખ્યા વધી ગઇ હતી. દરમિયાનમાં જિલ્લા પ્રભારીની સૂચનાના પગલે બન્ને જૂથ વચ્ચે સમાધાન થઇ જતા હવે સંકલનથી કામગીરી કરવાનો નિર્ણય લેવાયો છે અને સામાન્ય સભા પહેલા સંકલન સમિતિની બેઠક બોલાવવા નક્કી કરાયું છે.

સામાન્ય સભામાં 129 પ્રશ્નો રજૂ થયા હોય વધુ કોઇ વિવાદ થાય તે માટે પ્રજાહિતના પ્રશ્નો પૂછવાનો નિર્ણય લેવાયો છે જ્યારે બાકીના વિવાદાસ્પદ પ્રશ્નોની ચર્ચા કોરાણે મૂકી દેવાનું બન્ને જૂથના આગેવાનો વચ્ચે નક્કી કરાયું છે.

કારોબારી ચેરમેન અર્જુન ખાટરિયાએ જણાવ્યું હતું કે બિનજરૂરી વિવાદ અટકાવવા સામાન્ય સભામાં રજૂ કરવાના પ્રશ્નો સભ્યોએ અગાઉ સંકલન સમિતિની બેઠકમાં રજૂ કરવાના રહેશે

શનિવારે બપોર બાદ માર્ગદર્શક બેઠક બોલાવાઇ

^સામાન્યસભા પૂર્વે સદસ્યોને માર્ગદર્શન આપવા માટે માર્ગદર્શક બેઠક બોલાવવા બેઠક બોલાવવામાં આવી છે જેમા રાજકોટ જિલ્લાના બન્ને નિરીક્ષકો ભીખુભાઇ વારોતરિયા અને વિનુભાઇ અમીપરા હાજર રહેશે તથા સભ્યો સાથે ચર્ચા કરશે. બેઠકમાં સદસ્યોને કાર્યક્ષેત્ર બહારના પ્રશ્નો પૂછવા અંગે માર્ગદર્શન અપાશે અન બિનજરૂરી વિવાદ ટાળવા પ્રયાસ કરાશે. બેઠકમાં સભ્યોને કોઇ વાંધો કે રજૂઆત હોય તો તેઓ નિરીક્ષકો સમક્ષ ફરિયાદ કરી શકશે. > નિલેશ વિરાણી, પ્રમુખ, જિલ્લા પંચાયત

અન્ય સમાચારો પણ છે...