• Gujarati News
  • National
  • રાજકોટમાં 84 મકાન ભયજનક, ગમે ત્યારે તૂટી પડવાનું જોખમ

રાજકોટમાં 84 મકાન ભયજનક, ગમે ત્યારે તૂટી પડવાનું જોખમ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટ.રાજકોટ

રાજકોટમાંચોમાસામાં ભારે વરસાદમાં કોઇ જગ્યાએ મકાનનો રવેશ તો કોઇ જગ્યાએ છત તૂટી પડવાની ઘટના બને છે. ક્યારેક આવી દુર્ઘટનામાં રાહદારી લોહીલુહાણ થઇ જાય છે. વરસતા વરસાદમાં બનતી આવી ઘટનામાં મનપાની ફાયરબ્રિગેડની ટીમ પણ તરસ લાગે ત્યારે કૂવો ખોદવાની નીતિ સાથે દોડી જાય છે. વર્ષોથી સિલસિલો ચાલી રહ્યો છે. ગત વર્ષે બે દિવસમાં 14 ઇંચ વરસાદ પડ્યો હતો ત્યારે આવા અનેક બાંધકામનો જર્જરિત હિસ્સો ધરાશાયી થઇ ગયો હતો. સૌથી વધુ જૂના રાજકોટમાં આવાં મોતના માચડા લટકી રહ્યા છે. ખુદ મહાપાલિકાએ ભયજનક જાહેર કર્યા હોય એવા 84 મકાનોની સત્તાવાર યાદી પ્રી-મોન્સૂન કામગીરીના રિપોર્ટમાં બનેલી છે. અહીં સવાલ છે કે, દર વર્ષે ભયજનક બાંધકામને નોટિસ અપાય છે પણ પછી રિપેર કરાવવાની કોઇ તસદી લેવામાં આવતા રાહદારીઓના જીવ ઉપર જોખમ ઊભું થાય છે.

ભાડૂઆત-મકાનમાલિક વચ્ચેના વિવાદમાં અન્યોના જીવ જોખમમાં

ભયગ્રસ્ત બાંધકામનોની જે યાદી બની છે મિલકતોના મોટાભાગના કિસ્સામાં ભાડૂઆત અને મકાનમાલિક વચ્ચેનો વિવાદ કારણભૂત છે. આવા કિસ્સામાં માલિક અને ભાડૂઆત વચ્ચે કોર્ટ કેસ ચાલી રહ્યા છે. મકાનમાલિક એમ ઇચ્છે છે કે, બાંધકામ તૂટી પડે તો તેઓને આપોઆપ જમીનનો કબજો મળી જાય, જ્યારે ભાડૂઆત મિલકતના માલિક હોવાથી તેઓ પોતાના ખર્ચે રિપેરિંગ કરાવતા નથી. આમ બન્ને વચ્ચેની લડાઇમાં નિર્દોષના જીવ ઉપર જોખમ મુકાય છે.

રાજકોટ શહેરમાં જર્જરીત અને ભયગ્રસ્ત મકાનો તૂટી પડે તે પહેલા મનપા જાગે તે જરૂરી.

મનપાએ ફોટા સાથે કરાવેલો સરવે પાણીમાં

મનપાનીબાંધકામ શાખા અને સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટે સંયુક્ત રીતે એક સરવે કર્યો હતો. 100થી વધુ ભયજનક બાંધકામના ફોટા સાથેનો એક રિપોર્ટ તૈયાર થયો હતો. રિપોર્ટ બાદમાં અભેરાઇએ ચડાવી દેવામાં આવ્યો છે. પૈકી 12 જેટલા બાંધકામ ચોમાસામાં જાતે તૂટી પડ્યા હોવાની સત્તાવાર નોંધ મનપામાં થયેલી છે.

} ગઢની રાંગ પાસે

} સોની બજાર અને તેની આંતરિક શેરીઓમાં.

} દરબાર ગઢ

} રામનાથપરા

} હાથીખાના

} ચુનારાવાડ

} કરણપરા

} બેડીપરા

} આજી નદીના કાંઠાના વિસ્તાર

} સદરના વોંકળા કાંઠે

} જંક્શનનો જૂના વિસ્તાર

આટલા વિસ્તારોમાં ઝળુંબતાં મોતના માચડાઓ

જોખમી બાંધકામ તોડવાની તંત્રને સત્તા

ભયગ્રસ્તબાંધકામ તૂટી પડવાથી જાનહાનિ થાય માટે મહાપાલિકા પાસે આવા બાંધકામ તોડી પાડવાની પૂરી સત્તા છે. બાંધકામ તોડી પાડવા થતો તમામ પ્રકારનો ખર્ચ મકાનમાલિક પાસેથી હાજરમાં અથવા તો મિલકતટેક્સમાં ચડાવીને વસૂલવાની પણ જોગવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...