• Gujarati News
  • National
  • ચોકીદારની હત્યાનો ભેદ ઉકેલવાના પ્રયાસ નિષ્ફળ

ચોકીદારની હત્યાનો ભેદ ઉકેલવાના પ્રયાસ નિષ્ફળ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેડપોસ્ટઓફિસના ચોકીદાર ભરતસિંહ જાડેજાની હત્યા કરી સ્ટ્રોંગરૂમની તિજોરી ગેસ કટરથી કાપીને લૂંટનો પ્રયાસ કરવાના બનાવમાં પોલીસની 4 ટીમ વિવિધ દિશામાં ચોક્કસ મુદ્દાઓ પર તપાસ કરી રહી છે. ઘટનાસ્થળ, હત્યારાઓ અને જે વિસ્તારમાંથી રિક્ષા અને ગેસકટરનાં સાધનો ચોર્યા હતા ગવલીવાડ, ભક્તિનગર સ્ટેશન પ્લોટ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ વધારી છે. પડકારજનક બનાવનો ભેદ ઉકેલવા ટેક્નિકલ સેલની પણ મદદ લેવામાં આવી છે. કેટલાક શકમંદોની પણ પૂછપરછ થઇ રહી છે જોકે હજી સુધી કોઇ નક્કર કડી મળી નથી.

કમિશનર અનુપમસિંહ ગેહલોતના સીધા માર્ગદર્શન હેઠળ ક્રાઇમબ્રાંચ, એસઓજી, ડિવિઝનના ચુનંદા અધિકારી, જવાનોની 4 ટીમ અલગ અલગ મુદ્દા પર ગુપ્તરાહે તપાસ કરી રહી છે. લૂંટના ઇરાદે થયેલી હત્યામાં સંડોવાયેલા અપરાધીઓએ ગુનાને અંજામ આપવા ફૂલપ્રૂફ આયોજન કરી બનાવના બે દિવસ પહેલા ભક્તિનગર સ્ટેશન પ્લોટ વિસ્તારમાં કેબિનમાંથી ગેસકટર,એલપીજી સિલિન્ડરની ચોરી કરી હતી, બનાવની રાતે ગવલીવાડ નજીકથી એક રિક્ષાની ઉઠાંતરી કરી રિક્ષામાં પોસ્ટઓફિસ પહોંચ્યા હોવાથી લૂંટારુ ટોળકી સ્થાનિક હોવાનું તારણ છે. ગુનામાં ઉપયોગમાં લેવાયેલી રિક્ષા ફનવર્લ્ડ સામે બહુમાળી ભવનની પાછળની શેરીમાંથી બિનવારસ હાલતમાં મળી આવી હતી.

પોલીસ માટે પડકારજનક હત્યા, લૂંટના પ્રયાસના ગુનાનો ભેદ ઉકેલવા ટેક્નિકલ સેલની મદદ લેવામાં આવી છે. ગુનેગારોએ પોતાની ઓળખ મળે એની પૂરી ચોકસાઇ રાખી છે.

ચાર વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ છતાં ગેંગના સગડ મળતા નથી

અન્ય સમાચારો પણ છે...