• Gujarati News
  • National
  • 59 વિદ્યાર્થીઓની ઇન્સપાયર એવોર્ડ સ્કીમ માનક યોજના માટે પસંદગી

59 વિદ્યાર્થીઓની ઇન્સપાયર એવોર્ડ સ્કીમ-માનક યોજના માટે પસંદગી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | રાજકોટ

નાના વિદ્યાર્થીઓના મનમાં ઉઠતા અવનવા વૈજ્ઞાનિક વિચારોને પ્રોત્સાહન આપીને તેઓ દ્વારા રાષ્ટ્રના જ્ઞાન અને ચેતનામાં વૃધ્ધિ થાય તેવા પ્રયત્નો કરવા માટે જે વિદ્યાર્થીઓ ઓનલાઇન રજિસ્ટ્રેશન અને નોમિનેશન પ્રક્રિયા પૂર્ણ કરે તે વિદ્યાર્થીઓને તેમના પ્રોજેક્ટ તૈયાર કરવા માટે અને પ્રદર્શિત કરવા માટે થનારા ખર્ચ પેટે એવોર્ડની રકમ રૂ.10000 તેમના બેન્ક ખાતામાં જમા કરાવવામાં આવે છે અને તેમને ઇન્સપાયર એવોર્ડ સ્કીમ-માનક યોજના હેઠળ પ્રોજેકટ રજૂ કરવાની તક આપવામાં આવે છે જે અંતર્ગત જિલ્લામાં કુલ 59 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે.

વર્ષ 2017-18 માટે ઇન્સપાયર એવોર્ડ સ્કીમ-માનક યોજના માટે રાજકોટ જિલ્લાના 59, મોરબી જિલ્લાના 7, પોરબંદર જિલ્લાના 5, જામનગર જિલ્લાના 7 વિદ્યાર્થીઓની પસંદગી કરાઇ છે. વિદ્યાર્થીઓ અને તેમના માર્ગદર્શક શિક્ષકને જીસીઇઆરટી ગાંધીનગરની પ્રેરણાથી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ દ્વારા જિલ્લાકક્ષાના ઇન્સપાયર એવોર્ડ સ્કીમ-માનક પ્રદર્શનમાં ભાગ લેવા આમંત્રિત કરાયા છે. આ પ્રદર્શનમાં 10 ટકા શ્રેષ્ઠ કૃતિઓને પસંદ કરીને રાજ્યકક્ષાના પ્રદર્શનમાં ભાગ લેવા માટે મોકલવામાં આવશે. એવોર્ડ સ્કીમ-માનક વિજેતા કૃતિઓનું જિલ્લાકક્ષાનું પ્રદર્શન 27મી ફેબ્રુઆરીએ સવારે 10 થી સાંજે 5 સુધી આનંદનગર કોમ્યુનિટી હોલ યુનિટ-1, પારડી રોડ, બોલબાલા માર્ગ રાજકોટ ખાતે રાખવામાં આવેલું છે.

અન્ય સમાચારો પણ છે...