• Gujarati News
  • National
  • મંગેતરના વિરહમાં યુવતીએ ફાંસો ખાઇ જીવન ટૂકાવી લીધું

મંગેતરના વિરહમાં યુવતીએ ફાંસો ખાઇ જીવન ટૂકાવી લીધું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક મહિના પૂર્વે મંગેતરે ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો. મંગેતરના વિરહમાં ઝૂરતી રોહીદાસપરાની યુવતીએ પણ અંતે મંગેતરનો જ માર્ગ અપનાવી ફાંસો ખાઇ લીધો હતો.

રોહીદાસપરામાં રહેતી કિરણ જેસીંગભાઇ પરમારે (ઉ.વ.20) શુક્રવારે મોડીરાત્રે પોતાના ઘેર પંખામાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. કિરણે ફાંસો ખાધો ત્યારે બાજુમાં જ સૂતેલી તેની નાની બહેન જાગી જતાં તેણે બૂમાબૂમ કરતા પરિવારના સભ્યો પણ નિદ્રામાંથી જાગી ગયા હતા અને રૂમમાં પહોંચી લટકી રહેલી કિરણને નીચે ઉતારી હોસ્પિટલમાં ખસેડી હતી, જોકે ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

બે ભાઇ અને બે બહેનમાં બીજા નંબરની કિરણની સગાઇ ભાવેશ સાગઠિયા નામના યુવક સાથે થઇ હતી, એક મહિના પૂર્વે કોઇ કારણસર ભાવેશે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મંગેતરના આપઘાતથી કિરણ ગુમસુમ રહેવા લાગી હતી અને અંતે તેણે પણ મંગેતર ભાવેશનો માર્ગ અપનાવી ફાંસો ખાઇ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...