• Gujarati News
  • National
  • બુલેટના નકલી સાયલેન્સર અને મડગાર્ડ બનાવતી ફેક્ટરી ઝડપાઇ

બુલેટના નકલી સાયલેન્સર અને મડગાર્ડ બનાવતી ફેક્ટરી ઝડપાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટના આજી જીઆઇડીસીમાં રોયલ એન્ફિલ્ડ કંપનીના નામે નકલી સાયલેન્સર અને મડગાર્ડ બનાવી તેનું વેચાણ કરવાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. પોલીસે રૂ.1.53 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફેક્ટરી સંચાલકની ધરપકડ કરી હતી.

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારની રિધ્ધિ સોસાયટીમાં રહેતા અને પ્રોટેક્ટ આઇપી સોલ્યુશન એલએલબી કંપનીમાં રિજિયોનલ મેનેજર તરીકે ફરજ બજાવતાં મનીષભાઇ ગણપતભાઇ પટેલ (ઉ.વ.40) ગુરુવારે સાંજે થોરાળા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને પોલીસ સમક્ષ રાવ કરી હતી કે, પોતે રોયલ એન્ફિલ્ડ બુલેટ કંપનીના ઓથારાઇઝ તરીકે કામ કરે છે અને આ કંપીના નામે આજી જીઆઇડીસીમાં આવેલી રોયલ ઓટો ઇન્ડસ્ટ્રીઝમાં પાર્ટસ બનાવી તેનું વેચાણ કરવામાં આવે છે.

થોરાળા પોલીસ મનીષભાઇને સાથે રાખી રોયલ ઓટો ઇન્ડસ્ટ્રીઝમાં ખાબકી હતી. પોલીસ પહોંચી ત્યારે ફેક્ટરીમાં રોયલ એન્ફિલ્ડ કંપનીના નકલી 21 સાયલેન્સર, 100 મડગાર્ડ અને કંપનીના 15 સ્ટિકર મળી આવ્યા હતા.

પોલીસે કુલ રૂ.1.53 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે સ્થળ પર હાજર ફેક્ટરી સંચાલક અમીનમાર્ગ પરના નર્મદાપાર્કમાં રહેતા કેતન જેરામ સાવલિયા (ઉ.વ.40)ની ધરપકડ કરી હતી. કેટલા સમયથી બ્રાન્ડેડ કંપીના નામે સાયલેન્સર બનાવીને તેનું વેચાણ કરાતું હતું, તેમાં અન્ય કોઇની સંડોવણીછે કે કેમ, કેટલા શહેરો અને રાજ્યોમાં માલ પહોંચાડ્યો હતો સહિતના મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી હતી. શહેરમાં ઘણી જગ્યાએ જાણીતી ઓટો મોબાઇલ કંપનીના સ્પેરપાર્ટ્સ નકલી વેચાઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...