• Gujarati News
  • National
  • 10 કિમીની અંદર ટ્રાન્સપોર્ટર સુધી જ માલ મોકલવા ઈ વે બિલની જરૂર નથી

10 કિમીની અંદર ટ્રાન્સપોર્ટર સુધી જ માલ મોકલવા ઈ-વે બિલની જરૂર નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈ-વે બિલ લાગુ થયાના પહેલા જ દિવસે સાઈટ ક્રેશ થઈ જતા તેને અટકાવી દેવામાં આવ્યું છે, ત્યારે હવે ઈ-વે બિલ કયારે લાગુ થશે તે બાબતે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. માટે અેનો મતલબ અે થયો કે ઈ-વે બિલ કાલે પણ લાગુ પડે અને એક વર્ષ પણ ચાલ્યું જાય. આ ઉપરાંત ઈ-વે બિલના અંતરને લઈ વેપારી અને ટ્રાન્સપોર્ટરોમાં ખૂબ જ મૂંઝવણ રહેલી છે, પણ હકીકત એ છે કે જો આપની ફેક્ટરી કે ઓફિસ જ્યાં આવેલી છે ત્યાંથી ટ્રાન્સપોર્ટરની ઓફિસ 10 કિમીની અંદર આવેલી છે, તો ઈ-વે બિલની જરૂર નહીં પડે, પણ જો ઓફિસ કે ફેક્ટરી કે ગોડાઉનમાં માલ મોકલવો હશે કે માલ વેચવો હશે અને તેનું અંતર 10 કિમી હશે તો ઈ-વે બિલની જરૂર પડશે. તેમ મુંબઈના સીએ જયેશ ગોગરીએ જણાવ્યું હતું.

ઈ-વે બિલ વિશે જયેશ ગોગરીએ વધુ માહિતી આપી હતી કે, ઈ-વે બિલમાં વેપારી અને ટ્રાન્સપોર્ટરોને કોઈ તકલીફ ન પડે તે માટે જીએસટીની કાઉન્સિલની ટીમ સખત મહેનત કરી રહી છે, જ્યારે કાયદાકીય રીતે એવું પણ તારણ નીકળે છે કે, જ્યાં ઈ-વે બિલની જરૂર નથી તેવા સ્થળોએ ઈ-વે બિલની જરૂર પડશે, પણ સાચુ તારણ તો ઈ-વે બિલનો નવો નિયમ આવે તે પછી જ જાણી શકાશે.

રાજકોટમાં શનિવારે ઓલ ગુજરાત ફેડરેશન અોફ ટેક્સ કન્સલ્ટન્ટ, રાજકોટ ટેક્સ કન્સલ્ટન્ટ સોસાયટી અને રાજકોટ સીએ ઈન્સ્ટિટ્યૂટના સંયુક્ત ઉપક્રમે કરવેરા વિષય પર સેમિનાર યોજાઈ ગયો. જેમાં અમદાવાદના સીએ તુષાર હેમાણીએ કરવેરાની વિવિધ કલમો, તેના ભંગ બદલ થતી સજાની જોગવાઈ વિશે માહિતી આપી હતી, જ્યારે સુનિલ તલાટીએ મોડા રિટર્ન ભરવા અંગે કરદાતા સામે થતી કાર્યવાહી, જો કરદાતાની રિટર્ન ભરવામાં ભૂલ ચૂક થાય તો શું કરવું તે અંગેની માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...