• Gujarati News
  • National
  • હજુ તો ગરમી બરાબર ચાલુ થઈ નથી ત્યાં પીવાના પાણી

હજુ તો ગરમી બરાબર ચાલુ થઈ નથી ત્યાં પીવાના પાણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હજુ તો ગરમી બરાબર ચાલુ થઈ નથી ત્યાં પીવાના પાણી માટે મુશ્કેલી પડવા માંડી. આ તસવીર રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલા પુષ્કરધામની છે. એક-એક ઘડો પાણી મેળવવા માટે પણ ભારે કશ્મકશ ચાલે છે. તોરલ પાર્ક મેદાન પર આ મહિલા જે કુંડીમાંથી પાણી ભરી રહી છે તેની આસપાસ કચરાનો ઢગલો છે પરંતુ કરીએ શું? મજબૂરી છે. આથી પાણીનું મહત્ત્વ સમજો. બિનજરૂરી પાણી વહાવવા દેશો નહીં. અત્યારે આપણને જેટલું મળે છે તેનું મહત્ત્વ સમજો. પાણીનો દુરુપયોગ કરતાં પહેલાં આ તસવીર જુઓ. પાણીના એક-એક બુંદનું મહત્ત્વ સમજાઈ જશે. તસવીર : પ્રકાશ રાવરાણી