તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સસ્તા અનાજની બે દુકાનમાંથી ~88500નો જથ્થો સીઝ કરાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સસ્તા અનાજની બે દુકાનમાંથી ~88500નો જથ્થો સીઝ કરાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નેશનલ ફૂડ સિક્યોરિટીનો માલ આપતા હોવાની ફરિયાદ મળતા જિલ્લા પુરવઠા અધિકારીની સૂચનાના પગલે સ્ટાફ ત્રાટક્યો

એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

રાજકોટના150 ફૂટ રિંગ રોડ પર અને હનુમાનમઢી પાસે આવેલી સસ્તા અનાજની બે દુકાનના સંચાલકો નેશનલ ફૂડ સિક્યોરિટીનો માલ આપતા હોવાની ફરિયાદ મળતા જિલ્લા પુરવઠા અધિકારી જીજ્ઞાશાબેન ગઢવીના આદેશના પગલે પુરવઠા ઇન્સ્પેક્ટરોનો કાફલો બુધવારે બંને દુકાનોમાં ત્રાટક્યો હતો અને રૂ.88500ની કિંમતનો ઘઉં, ચોખા, ખાંડ, કેરોસીનનો રેશનિંગનો જથ્થો સીઝ કર્યો હતો.

રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી જીજ્ઞાશાબેન ગઢવીને 150 ફૂટ રિંગ રોડ પર સ્ટર્લિંગ હોસ્પિટલ સામે આવેલી સસ્તા અનાજના વેપારી મનીષાબેન મનીષભાઇ પતીરાની દુકાનમાંથી નેશનલ ફૂડ સિકયોરિટીનો માલ અપાતો હોવાની ફરિયાદ રેશનકાર્ડધારકોએ કરી હતી. જેના પગલે પુરવઠા ઇન્સ્પેક્ટરોની ટીમ સવારથી મનીષાબેન પતીરાની દુકાનમાં ત્રાટકી હતી અને તપાસ કરતા રેશનકાર્ડધારકોને માલ ઓછો અપાતો હોવાની અને સ્ટોકમાં વેરિએશન હોવાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવતા કેરોસીન 785 લિટર, ઘઉં 256 કિલો, ચોખા 224 કિલો મળી કુલ રૂ.20582નો મુદ્દામાલ સીઝ કર્યો હતો.

તેવી રીતે હનુમાનમઢી પાસે આવેલી હસમુખભાઇ નાનજીભાઇ રાણાની સસ્તા અનાજની દુકાનમાં એનએફએસએલનો માલ અપાતો હોવાની 10 થી 12 મહિલાઓએ રૂબરૂ કલેક્ટર કચેરીએ આવી ડીએસઓને રૂબરૂ ફરિયાદ કરતા હસમુખભાઇની દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો અને તપાસ દરમિયાન રેશનકાર્ડધારકોને માલ ઓછો અપાતો હોવા ઉપરાંત હિસાબોનું રજિસ્ટર મેન્ટેન કરાતું હોવાની વિગતો બહાર આવતાં 2960 લિટર કેરોસીન, 7150 કિલો ઘઉં, 875 કિલો ચોખા અને 350 કિલો ખાંડ મળી કુલ રૂ.67885નો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.

પુરવઠા ઇન્સ્પેક્ટરો દ્વારા નિયમ મુજબ 10 ટકા રેશનકાર્ડધારકોના નિવેદન લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે અને તપાસ દરમિયાન વધુ ગેરરીતિ બહાર આવે તેવી સંભાવના વ્યક્ત કરાઇ રહી છે. આગામી દિવસોમાં પુરવઠા તંત્રના દરોડા ચાલુ રહેવાની શક્યતા છે.

150 ફૂટ રિંગ રોડ અને હનુમાનમઢી પાસે પુરવઠા તંત્રના દરોડા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો