તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • { રાજકોટ | સંતોષાનંદસંસ્કૃત પાઠશાળા દ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણી રક્તદાન શિબિરના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

{ રાજકોટ | સંતોષાનંદસંસ્કૃત પાઠશાળા દ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણી રક્તદાન શિબિરના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
{ રાજકોટ | સંતોષાનંદસંસ્કૃત પાઠશાળા દ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણી રક્તદાન શિબિરના માધ્યમથી કરવામાં આવી હતી. શાસ્ત્રી પુષ્કરભાઇ જાનીના તમામ જૂના, નવા શિષ્યોએ રક્તદાન શિબિરમાં હાજર રહી મહામૂલ્ય રક્તદાન કર્યું હતું. શિબિરનું ઉદ્દઘાટન મેયર જૈમન ઉપાધ્યાયના હસ્તે થયું હતું.

{રાજકોટ | સિસ્ટરનિવેદિતા સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા ગુરુવંદના નૃત્ય, ગુરુસ્તવન, ગુરુના ચરણોનું પૂજન સહિતના કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય મહેશ જાનીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

{રાજકોટ | બારદાનવાલાકન્યા વિદ્યાલયમાં વિદ્યાર્થિનીઓએ ગુરુવંદના કરી હતી. વિદ્યાર્થિનીઓએ ગુરુુભક્તિના ભજનો, ગીત, ભાવગીતો રજૂ કર્યા હતા. ગુરુ શિષ્યના આદર્શો વિશે વતવ્ય આપ્યું હતું.

{રાજકોટ | સેન્ટગાર્ગી વિદ્યાસંકુલમાં સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે નવ નિર્મિત બાલાજી મંદિર અને મા સરસ્વતીજીનું પૂજન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ, પ્રિન્સિપાલ, ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.

{રાજકોટ | મહાત્માગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શાળાના વિદ્યાર્થીઓ માટે ગુરુપૂર્ણિમા નિમિત્તે વકતૃત્ત્વ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં કુલ 3 વિષય પર વિદ્યાર્થીઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. ગોહેલ પલક, મકવાણા ક્રિષ્ના, રૂપચંદાની કરન, પરમાર યોગિતા, ગોહેલ હેતલ, જાની ઇશિતા, કોટક રિંકલ, જાની તીર્થ, ભોજવાની કમલ વિજેતા થઇ હતી.

{રાજકોટ | સેન્ટતુલસી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં વકતવ્ય, ભજન, દુહા, કવિતા સ્પર્ધા અને ગુરુ વિશે નિબંધ હરીફાઇ યોજાઇ હતી. વિજેતા બાળકોને ટ્રસ્ટી બી.ડી.જાડેજાના હસ્તે ઇનામ, ચોકલેટ અપાઇ હતી.

{રાજકોટ | બ્રહ્મસેનાદ્વારા આદ્યગુરુ શંકરાચાર્યનું પૂજન, મા દેવી શક્તિનું પૂજન, અર્ચન કરવામાં આવ્યું હતું. બ્રહ્મસેનાના જગદીશ રાવલ અને અન્ય સભ્યો પ્રસંગે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

{રાજકોટ | લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલય રાજકોટમાં ચિત્ર, વકતૃત્ત્વ સ્પર્ધા, ક્લાસરૂમ ડેકોરેશન અને ટ્રસ્ટના આદ્ય સ્થાપક ગુરુનું વિદ્યાર્થીઓ, શિક્ષકો તરફથી ફૂલહાર કરી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.

{રાજકોટ | વીરનગરઠે.વાવડી ઠોડ ખાતે દુખભંજન બાલા હનુમાનજી આશ્રમમાં ખાખી 1008 પ્રભુદાસજી મહારાજનું ગુરુપૂર્ણિમા નિમિત્તે પૂજન, અર્ચન કરવામાં આવ્યું હતું. પ્રસંગે મહાપ્રસાદ યોજાયો હતો.

{રાજકોટ | આર્ષઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 1 થી 8 સુધીના કાકડિયા પ્રીયેશ, ચાવડા અવની, સગપરીયા પૂજન, ડાંગરીયા પ્રિન્સ, ગોહેલ તન્વીએ ગુરુનું જીવનમાં મહત્ત્વ વિશે જાણકારી અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો