તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • હોલમાર્ક માટે આપેલા રૂ.1.79 લાખના દાગીના ગીરવે મૂકી દીધા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોલમાર્ક માટે આપેલા રૂ.1.79 લાખના દાગીના ગીરવે મૂકી દીધા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાગોકુલધામમાં રહેતા યુવકે પોતાના તથા તેની પત્નીના સોનાના દાગીના હોલમાર્ક કરવા માટે સોનીકામ કરતા બંધુને આપ્યા હતા, પરંતુ બંનેએ ફાઇનાન્સમાં દાગીના ગીરવે મૂકી લોન લઇ છેતરપિંડી આચરી હતી.

કૃષ્ણનગર મેઇન રોડ પરના ગોકુલધામ ક્વાર્ટર્સમાં રહેતા અને ડ્રાઇવિંગ કરી ગુજરાન ચલાવતા જીલુભાઇ સોમાભાઇ ડાંગરે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રેલનગર પાસેના સંતોષીનગરની આસોપાલવ રેસિડેન્સીમાં રહેતા અને સોનીબજારની ગધીવાડમાં ઓમ જ્વેલર્સ નામે પેઢી ચલાવતા રૂષિ રમેશ ભટ્ટી તથા તેના ભાઇ રાજેશ રમેશ ભટ્ટીના નામ આપ્યા હતા. જીલુભાઇ ડાંગરે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના તથા તેમની પત્નીના રૂ.1.78 લાખની કિંમતના 66.60 મીલીગ્રામ સોનાના દાગીના હોલમાર્ક કરાવવા આપ્યા હતા. દાગીના આપ્યા બાદ નિયત સમયે જીલુભાઇ દાગીના લેવા ગયા હતા ત્યારે ત્યાં હાજર રાજેશે કહ્યું હતું કે, તમારા દાગીના મુથુટ ફાઇનાન્સમાં ગીરવે મૂકી રૂ.1.25 લાખની લોન લઇ લીધી છે.

લાંબો સમય વીતી જવા છતાં બંને ભાઇઓએ જુદા-જુદા બહાના કાઢી સમય વીતાવી દાગીના પરત આપ્યા નહોતા અને પૈસા પણ નહીં ચૂકવતા જીલુભાઇએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી બંને શખ્સોની શોધખોળ શરૂ કરી હતી.

ઓમ જ્વેલર્સના સંચાલક બંધુ સામે પોલીસમાં ગુનો નોંધાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો