તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • હત્યા કેસમાં સમીર શાહની જામીન અરજી નામંજૂર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હત્યા કેસમાં સમીર શાહની જામીન અરજી નામંજૂર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મિલના મેનેજર સમીર ગાંધીની જામીન અરજીનો આજે ચુકાદો

લીગલ રિપોર્ટર| રાજકોટ

રાજમોતીમિલના અમદાવાદ સ્થિત બ્રાંચ મેનેજર દિનેશભાઇ દક્ષિણીના ખૂનના ગુનામાં જેલવાસ ભોગવી રહેલા મિલના માલિક અને સોમાના પ્રમુખ સમીર શાહે જામીન ઉપર છૂટવા કરેલી અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી હતી. પહેલા સમીર શાહે માનવતાના ધોરણે વચગાળાના જામીન ઉપર છૂટવા કરેલી અરજી સેશન્સ કોર્ટે રદ કર્યા બાદ સમીર શાહે હાઇકોર્ટમાં કરેલી અરજી પણ પાછી ખેંચી લીધી હતી. સહઆરોપી મિલના મેનેજર સમીર ગાંધીએ પણ જામીન અરજી કરી હતી, અરજીની સુનાવણી ગુરુવાર ઉપર મુલતવી રાખવામાં આવી છે.

હત્યાના ગુનામાં જેલવાસ ભોગવી રહેલા સમીર શાહે અગાઉ માતા,પત્નીની બીમારી અને આર્થિક દેવું હોવાથી નાણાંની વ્યવસ્થા કરવા સહિતના મુદ્દે માનવતાના ધોરણે વચગાળાના જામીન આપવા કરેલી અરજી સેશન્સ કોર્ટે રદ કરી હતી. માનવતાના ધોરણે જામીન મેળવવા સમીર શાહે હાઇકોર્ટમાં કરેલી અરજી પણ પાછી ખેંચી લીધી હતી ત્યાર બાદ તેણે રેગ્યુલર જામીન મેળવવા સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી.

સમીર શાહની અરજી સામે સરકારપક્ષે સ્પેશિયલ પી.પી. મોહનભાઇ સાયાણીએ એવી રજૂઆત કરી હતી કે આરોપી સમીર શાહ વિરુધ્ધ પ્રથમ દર્શનીય ગંભીર ગુનો છે. હત્યાના કાવતરામાં સમીર શાહની મુખ્ય કાવતરાખોર તરીકે સંડોવણી જણાય છે, અગાઉ માનવતાના ધોરણે કરેલી અરજી પણ રદ થઇ હોવાથી જામીન આપવા જેવો કેસ નથી.

દરમિયાન સમીર શાહને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખપદેથી દૂર કરાયા બાદ સૌરાષ્ટ્ર ઓઇલ મર્ચન્ટ એસોસિએશન (સોમા)ના પ્રમુખપદેથી દૂર કરવા પણ સોમાના આગેવાનોએ કવાયત શરૂ કરી દીધી છે. જામીન નામંજૂર થતાં સોમાના આગેવાનો ચેમ્બરના ડિરેક્ટરોની માફક જેલમાં સમીર શાહને મળી રાજીનામાની માગ કરશે તેવું જાણવા મળે છે.

બ્રાંચ મેનેજરના ખૂનકેસમાં સમીર શાહને લપડાક

સોમાના પ્રમુખપદેથી પણ દૂર કરવા કવાયત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો