તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ અને મોરબીની પેઢીમાંથી કરચોરી પકડાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ અને મોરબીની પેઢીમાંથી કરચોરી પકડાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાણિજ્યવેરા વિભાગની ત્રણ ટીમોએ રાજકોટમાં બે અને મોરબીમાં એક પેઢીમાં દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન બે કંપનીમાં હિસાબોમાં ગોટાળા, સ્ટોકપત્રકમાં નોંધ હોવાનું બહાર અાવતા પેઢી માલિકો પાસેથી રૂ.99 હજારની કરચોરી પકડી રકમની વસૂલાત કરી છે, જ્યારે એક કંપનીમાં તપાસ દરમિયાન કંઇ હાથ લાગ્યું નથી.

વેટ કચેરીના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વાણિજ્ય વેરા અધિકારી સંજય સક્સેનાએ ત્રણ ટીમોને તપાસ માટે મોકલી હતી. જેમાં રાજકોટમાં બિલ્ડિંગ મટિરિયલ્સનું સપ્લાય કરતી સ્વેતા ઇમ્પેક્સ, મેડિકલ સાધનનું ટ્રેડિંગ કરતી નવજીવન એન્ટરપ્રાઇઝ તથા મોરબીમાં કલર અને કેમિલ્સનું વેચાણ કરતી એમ.એ. કોર્પોરેશનમાં તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન નવજીવન એન્ટરપ્રાઇઝમાંથી રૂ.50300 અને એમ.એ. કોર્પોરેશનમાંથી રૂ.48900ની કરચોરી પકડાઇ હતી, જ્યારે સ્વેતા ઇમ્પેક્સમાં હિસાબો અને વેટની રકમ નિમય મુજબ ભરવામાં આવતી હોવાથી ત્યાંથી વેટની ટીમ ખાલી હાથે પરત ફરી હતી. ચાલુ મહિનામાં વેટ વિભાગ દ્વારા ખાસ કરીને મોરબીની સિરામિક ફેક્ટરી પર તવાઇ ઉતારવામાં આવી છે. જેમાં જબરી કરચોરી પકડાઇ છે. ઉપરાંત કંપની સાથે વ્યવહાર કરનારી પેઢીમાં પણ તપાસ શરૂ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો