• Gujarati News
  • National
  • દારૂના ગુનામાં ચાર વર્ષથી ફરાર બુટલેગર ઝડપાયો

દારૂના ગુનામાં ચાર વર્ષથી ફરાર બુટલેગર ઝડપાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચારવર્ષથી પોલીસને ચકમો આપનાર બુટલેગરને અંતે પોલીસે ઝડપી લીધો હતો. પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2012માં નોંધાયેલા દારૂના ગુનામાં જામનગર રોડ પરના પરાસર પાર્કમાં રહેતા ગજેન્દ્રસિંહ દિલીપસિંહ જાડેજા (ઉ.વ.48)નું નામ ખુલ્યું હતું. પોલીસે અનેક વખત તપાસ કરી હતી અને તેમજ તેના આશ્રય સ્થાનો પર પણ તપાસ કરવા છતાં આરોપી હાથ આવતો નહોતો.

ફરાર ગજેન્દ્રસિંહ જાડેજા જામનગર રોડ પર જૂના જકાતનાકા પાસે હોવાની હકીકત મળતા પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ અેન.કે.જાડેજા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને ગજેન્દ્રસિંહને ઝડપી લઇ પ્ર.નગર પોલીસ હવાલે કર્યો હતો. ગજેન્દ્રસિંહ અગાઉ દારૂના કેસમાં પાસામાં પણ જઇ આવ્યો હોવાનું પોલીસસૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...