• Gujarati News
  • National
  • તાનાશાહી | રાજકોટના જંક્શન વિસ્તારમાં સફાઇ કામગીરી અટકાવાઈ

તાનાશાહી | રાજકોટના જંક્શન વિસ્તારમાં સફાઇ કામગીરી અટકાવાઈ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હંસરાજનગરના વોંકળામાંથી અંતે ગંદકી ઉલેચાઇ ગઈ

મનપાની સ્કૂલની બાજુમાંથી નીકળતા વોંકળામાં ગંદકીના થર

પોતે વોંકળા સફાઇ કરાવતા નથી, મનપાને કરવા દેતા નથી

પ્રભુ! રાજકોટના રેલવે સત્તાધીશોને પહેલા બુધ્ધિ, પછી સતબુધ્ધિ આપો

ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર.રાજકોટ

રાજકોટનારેલવે બાબુઓ શહેરના વિકાસ કામ આડે રોડાં નાખી રહ્યા છે તેનો જીવતો જાગતો દાખલો રેલનગર અન્ડરબ્રિજનો છે જ, આવી આડોડાઇ પ્રજાની પ્રાથમિક સુખાકારીના કામમાં પણ થઇ રહી છે. મહાપાલિકાએ ચોમાસાને ધ્યાનમાં રાખીને વોંકળા સફાઇ અભિયાન શરૂ કર્યું છે. બુધવારે જંક્શનનો ગંદકીથી ખદબદતો વોંકળો સાફ કરવા મનપાનો સ્ટાફ ગયો ત્યારે વોંકળો અમારી હકૂમતમાં આવે છે એમ કહીને કામ બળજબરીથી અટકાવી દીધું હતું.

રાજકોટના ડીઆરએમ સહિતના રેલવે બાબુઓની માનસિકતા હિટલરશાહીથી કંઇ કમ હોવાનું વધુ એકવાર સાબિત થયું છે. કોઇને કોઇ રીતે શહેરના વિકાસનું ગળું દબાવવું અને પ્રજાની સુખાકારી આડે ગ્રહણ લગાડવાની કુટેવ ધરાવતા રેલવે સત્તાધીશોએ બુધવારે તો હદ કરી નાખી હતી.

મહાપાલિકાએ ચોમાસું શરૂ થાય પહેલા વરસાદી પાણીનો નિકાલ ઝડપથી નિકાલ થઇ શકે માટે વોંકળા સફાઇ અભિયાન શરૂ કર્યું છે. માત્ર 2 થી 3 ઇંચમાં જ્યાં સૌથી વધુ દૂર્દશા થાય છે એવા જંક્શનના વોંકળાની સફાઇ માટે મનપાનું બુલડોઝર અને સફાઇ કર્મીઓ પહોંચ્યા હતા. હજુ તો સફાઇનું કામ માંડ શરૂ થયું કે સાથે રેલવેના એક અધિકારી રોફ જમાવતા આવી ગયા હતા. મહાશયે કામ અટકાવી દીધું હતું. કામ આડે રોડાં નાખવાનું કારણ પણ હિટલરશાહી ભર્યું આપ્યું. તેમણે એવું કહ્યું કે, જગ્યા અમારી હકૂમત હેઠળ આવે છે. એમ કહી બળજબરીથી કામ અટકાવી દીધું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક વિધાન છે કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી. રાજકોટના રેલવે બાબુઓએ વિધાનને જરા અલગ અંદાજમાં અર્થઘટન કરીને પોતે તો વોંકળા સફાઇ કરાવતા નથી, સાથે મનપાને પણ કરવા દેતા નથી.જેના કારણે વિસ્તારવાસીઓ ચિંતાની ખાઈમાં ગરક થઈ ગયા છે.

ચોમાસામાં ભયજનક હાલત જ્યાં બને છે એવા વિસ્તારોમાંથી પસાર થતાં વોંકળાની દૂર્દશાનો ચિતાર તંત્ર સમક્ષ મૂકવા દિવ્ય ભાસ્કરે અભિયાન ઉપાડ્યું છે. પૈકી હંસરાજનગરના વોંકળાની હાલતને લઇને મહાપાલિકાને ઢંઢોળવામાં આવી હતી. જેના પગલે બુધવારે વોંકળામાં જેસીબી ઉતારીને સફાઇનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

ભાસ્કર ઇમ્પેક્ટ

પ્રજાની સુખાકારી આડે રેલવેની આડોડાઇ નિંદનીય છે

^એક તો રેલવે તંત્રે તેની જગ્યામાં સફાઇ કરાવી નથી. બીજીબાજુ મહાપાલિકાએ પ્રજાની સુખાકારી માટે જેસીબી અને માણસો સહિતનો સ્ટાફ પોતાના ખર્ચે મોકલીને સફાઇ કરવાની નૈતિક ફરજ અદા કરે છે ત્યારે રેલવે બાબુઓ આડખીલીરૂપ બને છે. રેલવે સત્તાધીશોની પ્રકારની આડોડાઇ નિંદનીય છે.

> આશિષવાગડિયા, ચેરમેન,સેનિટેશન કમિટી

મનપાની શાળા નં.56 નજીકના વોંકળાની ગંદકીથી બાળકોના આરોગ્ય સામે પણ ખતરો ઊભો થયો છે.

વાંચકોએ મોકલેલા 1432 SMSમાંથી

પસંદગીના SMS પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.

{ શહેરમાં વોંકળા સફાઈની સમસ્યા વર્ષોથી છે. અનેક ફરિયાદ છતાં પણ તેનો નિકાલ કરાતો નથી. પોપટપરા નાલામાં એરપોર્ટવાળું નાળું, ભોમેશ્વરવાળું નાળું, હંસરાજનગર, ભીસ્તીવાડ, તોપખાના બધા નાલામાં પાણી ભેગા થાય છે. હવે તેના નિકાલ માટે જે ગોલાઇ આપવામાં આવી છે તે કાઢી સીધો નિકાલ કરવામાં આવે તો ઘરમાં આવી જતું પાણી અટકે. -ગફારભાઇ, (9898618736)

પ્રી-મોન્સૂન કામગીરી કરો

ભાસ્કરના વાચકોની મરજી

રાજકોટને ડૂબતું બચાવો

વોંકળા સફાઈ કરો

અન્ય સમાચારો પણ છે...