• Gujarati News
  • National
  • પ્લોટ માલિકને મારી નાખવાની ધમકી પણ આપી

પ્લોટ માલિકને મારી નાખવાની ધમકી પણ આપી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્લોટ માલિકને મારી નાખવાની ધમકી પણ આપી

ક્રાઇમ રીપોર્ટર.જૂનાગઢ

રાજકોટનાએક યુવાનની જૂનાગઢના ટીંબાવાડીમાં આવેલ જમીનમાં ગેર કાયદે કેટલાક શખ્સે પેશકદમી કરી હતી જે ખાલી કરવાનું કહેતા 4 શખ્સે ઢોરમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જિલ્લામાં અનેક ગામડા તથા જૂનાગઢ શહેરમાં ભુમાફીયાઓ સક્રીય બન્યા છે. કોઇપણ ખાલી જમીન કે મકાનમાં બળજબરી પુર્વક પડાવી લઇ તેમજ સમાધાનના નામે રૂપિયા ખંખેરવાનું મોટુ કારસ્તાન ચાલી રહ્યુ છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના કાલાવાડ રોડ નજીક રહેતા પ્રશાંતભાઇ વિજયભાઇ વાળાની જૂનાગઢના ટીંબાવાડી વિસ્તારમાં ખાલી પ્લોટ આવેલ છે. પ્લોટમાં કેટલાક શખ્સોએ ગેરકાયદે કબજો જમાવી દીધો હતો. પ્રશાંતભાઇઅે શખ્સોને પ્લોટ ખાલી કરવાનુ કહેતા ગાગા પરબત મેર,નરેશ પરબત મેર, પરબત જાડેજા મેર અને અેક અજાણ્યા શખ્સે પ્રશાંતભાળને ઢોર માર માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...