• Gujarati News
  • National
  • ધોરાજી ઉપલેટા તાલુકામાં રેતી માફિયાઓ બેફામ

ધોરાજી ઉપલેટા તાલુકામાં રેતી માફિયાઓ બેફામ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરાજીઅને ઉપલેટા પંથકમાં ભાદર નદીની છેલ્લા ઘણા સમયથી ડિમાન્ડ વધી જતા સરકાર દ્વારા નવી લીઝો ફાળવણીનું બંધ કરતા ખાણખનીજ વિભાગની મીઠી નજર તળે ભાદર નદીના વિસ્તારોમાં રેતી માફિયાઓએ ઠેર ઠેર ખનીજ કૌભાંડ કરી સરકારની લાખો રૂપિયાની ખનીજ રોયલ્ટી ચોરી કરવાના મસમોટા કૌભાંડે વિસ્તારમા ચાલે છે. તે રેતી ખનીજ ચોરી કૌભાંડ બંધ કરાવા માટે લોકોની માગણીઓ ઊઠવા પામી છે.

ધોરાજી અને ઉપલેટા પંથકમાં ભાદર નદી પસાર થાય છે. ભાદર નદીની રેતીની ભારે ડિમાન્ડ સમગ્ર બાંધકામ ઉદ્યોગમાં પડતા બાંધકામ ઉદ્યોગ દ્વારા ભાદર નદીની રેતીનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે રેતી સપ્લાયરોએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ભાદર રેતી ખનીજની રોયલ્ટીનો ટન દીઠ રૂ. 12 ભાવ સરકારમા જમા કરાવે છે જ્યારે ભાદર નદીના હોલ્ડરો દ્વારા ડમ્પર અને ટ્રકો પાસેથી સાત હજાર જેવી રકમ વસૂલાત કરે છે. ત્યારે રાજકોટ જિલ્લાના ટ્રક ડમ્પર રેતી સપ્લાયર્સ એસો. દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે. રાજકોટ જિલ્લાના રેતી લીઝધારકો દ્વારા રેતી ખનીજ ચોરીનો લોડિંગનો ભાવ ઘટાડો કરવા માટેની રજૂઆત ઉચ્ચકક્ષાએ કરી છે.

ગેંગવોર અને બચેલી રેતી ઉપર કબજો કરવાના ઇરાદાથી ત્રણ દિવસમાં ધોરાજીમાં બીજીવાર ફાયરિંગ થવા છતાં વહીવટી તંત્ર આંખ આડા કાન કરી કાળો કારોબાર ચાલવા દે છે. સાંજના 6 વાગ્યા પછી નદીમાંથી ખનીજ ઉપાડવાની કાયદામાં સ્પષ્ટ મનાઇ હોવા છતાં ઉપલેટા ધોરાજીની ભાદર નદીમાંથી દિવસ રાત રેતીના ડમ્પરોનું લોડિંગ કરવામાં આવે છે. ત્યારે વહીવટીતંત્ર મળીને સરકારી ખજાનો લૂંટવામાં પડયા છે.

ધોરાજી ઉપલેટા પંથકમાં ભાદર નદીમાં ચાલતી રેતી ખનીજ ચોરી કૌભાંડમાં તંત્ર દ્વારા ઘનિષ્ઠ કાર્યવાહી કરવામાં નહીં આવતા દરરોજ લાખો રૂપિયાની રેતી ખનીજ રોયલ્ટી ચોરી કરવામા આવે છે. ત્યારે અવારનવાર રેતી ખનીજ માફિયાઓ રેતી મામલે ગુનાખોરી હાથ ધરી હોય તેમ ફાયરિંગ, મારામારી અને હુમલાના બનાવો બનતા દહેશત ભર્યો માહોલ ઊભો થયો છે. ધોરાજી ઉપલેટા પંથકમાં ભાદર નદીમાં ચાલતી રેતી ખનીજ ચોરી અંગે રેતી માફિયાઓ પર જિલ્લા કલેકટર પગલા ભરી ને કડક કાર્યવાહી કરે તેવી લોક માગણી ઉઠવા પામી છે. રાજ્યના ખાણ ખનીજ વિભાગના મંત્રી તથા નવનિયુક્ત કલેકટર પાસે રાજ્યનો ખજાનો લૂંટાતો બંધ થાય તેવી આશા રાખીને બેઠા છે. જો વહીવટીતંત્ર માફિયારાજ નહી બંધ કરાવે તો રેતીના પ્રશ્ને આવનારા દિવસોમાં ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થશે.

રેતી માફિયાઓએ પ્રાંત અધિકારીની ટીમ પર પણ હુમલો કર્યો હતો

ધોરાજીઅને ઉપલેટા પંથકમાં ભાદર નદીના પટમાંથી બેફામપણે બે રોકટોક રેતી ચોરી થઇ રહી છે તંત્ર દ્વારા આવા રેતી માફિયાઓની સામે પગલા લેવા માટે અવાર-નવાર દરોડાની કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ બેફામ બનેલા રેતી માફિયાઓ તંત્રને પણ ગાઠતું હોય તેમ અવાર-નવાર હુમલાઓ કરે છે. અગાઉ ધોરાજીના પ્રાંત અધિકારી રેતી ચોરી કરતાં તત્વો ઉપર પોતાની ટીમ સાથે ત્રાટક્યા હતા. ત્યારે રેતી માફિયાઓએ તેમની જીપ ઉપર જેસીબી ચડાવી દઇ હત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે સદનસીબે બનાવમાં જીપ ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી. પ્રકરણમાં કેટલાક શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી હતી. બનાવ પછી પણ રેતી માફિયાઓ વધુ આક્રમક બન્યા છે. થોડા દિવસ પહેલા 12 જેટલા શખ્સોએ ધોરાજી નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખની લીઝના મુદ્દે ફાયરીંગ કર્યું હતું.

છેલ્લા બે વર્ષમાં ભાદર નદીમાં 10 ફૂટ જેટલી ગેરકાયદેસર રેતીની ચોરી કરવામાં આવી છે. હવે છેલ્લે જે રેતી વધી છે તેમની ઉપર કબજો જમાવવા માટે કાયદેસર ગેંગવોર શરૂ થયો છે. ઉપલેટામાં છેલ્લા મહિનામાં રેતીના કારણે થયેલી અનેક ફરિયાદોમાં લૂંટ અને હુમલાના બનાવો વધુ છે. બે મહિના પહેલા ભાદર નદીમાં ગાધાના પાળે ફાયરિંગનો બનાવ બન્યો હતો.

રેતી પર કબજો જમાવવા ગેંગવોર

લીઝમાંથી થતી આવક

એકલીઝમાંથી દરરોજ 200 ટ્રક ભરાય છે. એક ટ્રકના 4 હજાર લેખે દરરોજ 8 લાખ રૂપિયા અને મહિને રૂપિયા 2.40 કરોડની ગેરકાયદેસર રેતીની ચોરી એક લીઝધારક કરી રહ્યો છે. ભાદર નદી વિસ્તારમાં આવી 8 લીઝ આવેલી છે. જે દર મહિને રૂપિયા 20 કરોડની રેતીનો કાળો કારોબાર ખનીજ માફિયાઓ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...