• Gujarati News
  • National
  • રિક્ષામાંથી માતા પુત્ર ફંગોળાયા, પુત્રનું મોત

રિક્ષામાંથી માતા-પુત્ર ફંગોળાયા, પુત્રનું મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેતપુરમાંવડાલ રોડ પર રહેતા દીપાબેન કમલભાઇ ઠાકોર (ઉ.વ.27) મંગળવારે રિક્ષામાં બેસીને જતા હતા. મહિલાએ ખોળામાં તેના દોઢ વર્ષના પુત્ર શુભને બેસાડ્યો હતો. જેતપુર અને ચોકી ગામ વચ્ચે રિક્ષા પહોંચી હતી ત્યારે દીપાબેનની સાડીનો છેડો રિક્ષાના ટાયરમાં ફસાયો હતો અને સાથે દીપાબેન પુત્ર શુભ સાથે રિક્ષામાંથી ફંગોળાઇને રસ્તા પર પટકાયા હતા. ઘવાયેલા માતા-પુત્રને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ ગંભીર રીતે ઘવાયેલા માસૂમ શુભનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...