• Gujarati News
  • National
  • કૃષ્ણપરામાં ગેરકાયદે કતલખાનાં, રોજ મધરાત્રે મરઘાં ઘેટાં કપાય છે

કૃષ્ણપરામાં ગેરકાયદે કતલખાનાં, રોજ મધરાત્રે મરઘાં-ઘેટાં કપાય છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | રાજકોટ

રાજકોટનાકૃષ્ણપરા વિસ્તારમાં માથાભારે શખ્સો દ્વારા જાહેરમાં ગેરકાયદે કતલખાના ખુલવા લાગ્યા છે. રિતસર જાહેરમાં કતલ માટેના પાટલા ઊભા કરી દેવાયા છે. મધરાત્રે વાહનમાં મરઘાં, ઘેટાં-બકરાં, ગાય લઇ આવી ત્યાં કતલ કરવામાં આવે છે અને સ્થાનિક લતાવાસીઓ કંઇ કહેવા જાય તો માથાભારે શખ્સો જાનથી મારી નાખવાની ધમકી આપે છે તેવી લેખિતમાં ફરિયાદ મ્યુનિ. કમિશનર બંછાનીધિ પાનીને રહેવાસીઓએ કરી છે.

મ્યુનિ. કમિશનર અને પોલીસ કમિશનર બન્નેને કૃષ્ણપરાના રહેવાસીઓએ કરેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે, કૃષ્ણપરા શેરી નં.1 અને 2માં વ્હોરા સમાજની વાડી, હુસેની બાગ તથા બદરી મસ્જિદ આવેલી છે. અહીં મોટી સંખ્યામાં વ્હોરા સમાજ પરિવાર રહે છે. પરંતુ બાજુમાં આવેલા ખાટકીવાસમાંથી કેટલાક માથાભારે શખ્સોએ અહીં માસ-મટનનું વેચાણ શરૂ કરી દીધું છે. જાહેરમાં કપાયેલા માંસ-મટનના થડા ઉભા કરી દેવાયા છે.

વેંચાણ ઉપરાંત અહીં જીવતા જનાવરોની કતલ પણ થાય છે. મધરાત્રે વાહનમાં મરઘાં, ઘેટાં-બકરાં, ગાય લઇ આવી ખુલ્લામાં કતલ થાય છે. જીવતા જનાવરોની કતલ થાય ત્યાંરે તેની ચિચિયારીથી લોકોને રહેવું મુશ્કેલ બની ગયું છે. વિસ્તારના રહેવાસીઓમાંથી કોઇ ભાથાભારે શખ્સોને કહેવા જાય તેટલે જાનથી મારી નાખવાની ધમકી આપે છે. કતલ થયા બાદના અવશેષો પણ જાહેરમાં નાંખી દેવામા આવતા હોય દુર્ગંધ અને ગંદકીથી રોગચાળો ફાટી નીકળે એવી દહેશત છે. ગેરકાયદે કતલખાના અને વેંચાણ બંધ કરાવવામાં નહીં આવે તો કાં તો આંદોલન કાં તો હિજરત કરવી પડે તેવી સ્થિતિ હોવાનું રહેવાસીઓએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...