• Gujarati News
  • National
  • દુકાન સળગાવીને ભય ફેલાવનારાની જાહેરમાં સરભરા

દુકાન સળગાવીને ભય ફેલાવનારાની જાહેરમાં સરભરા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
150ફૂટના રોડ પર બિગબજાર નજીક ચંદ્રપાર્કમાં રહેતા અને નજીકમાં પાનની દુકાન ધરાવતા જીજ્ઞેશ પ્રવીણભાઇ ઠુમ્મર અને તેના ભાઇ આશિષ પાસે પૈસા માગી લુખ્ખા તત્ત્વોએ સપ્તાહ પહેલા બન્ને ભાઇને માર માર્યો હતો અને મોડીરાતે દુકાન સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. ઉપરોક્ત ગુનામાં તાલુકાના પીએસઆઇ એમ.એમ.સોનારાત, હર્ષદસિંહ,નગીનભાઇ સહિતના સ્ટાફે દિલીપસિંહ જલુભા સોલંકી અને ગુરુજીનગર અાવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા મોહિત મુકેશભાઇ ગુજરાતીની ધરપકડ કરી હતી. મહિપાલસિંહ નામના શખ્સે કૃત્ય માટે 5 હજાર આપવાની વાત કરતા પૈસાની લાલચમાં મહિપાલસિંહ સાથે ડખો કરવા ગયાની બન્નેએ કેફિયત આપી હતી. પોલીસે બન્ને શખ્સને ઘટનાસ્થળે લઇ જઇ જાહેરમાં ઉઠબેસ કરાવીને આકરી સરભરા કરી ભાઇગીરીનું ભૂત ઉતારી નાખ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...