• Gujarati News
  • National
  • સગર્ભાએ સીમંતના બે દિવસ પહેલા ફાંસો ખાઇ જીવ દીધો

સગર્ભાએ સીમંતના બે દિવસ પહેલા ફાંસો ખાઇ જીવ દીધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એકઅત્યંત કરુણ ઘટનામાં એક સગર્ભાઅે અકળ કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ગોંડલ રોડ પર એચ.જે.દોશી હોસ્પિટલ નજીક કલ્યાણનગરમાં રહેતી હિના હિતેષ બોરિયા(ઉ.વ.21) સગર્ભાએ ગુરુવારે ઘરે ફાંસો ખાઇને આપઘાત કરી લેતા પરિવારનો ખુશીનો પ્રસંગ શોકમાં પલટાઇ ગયો છે. હિનાના લગ્ન 11 મહિના પહેલા થયા હતા અને હાલ સારા દિવસો જઇ રહ્યા હતા. બે દિવસ પછી સીમંતનો પ્રસંગ હતો, આવા સમયે તેણે આપઘાત કરી લેતા પરિવારજનો આઘાતમાં સરી પડ્યા છે. મૃતકનું પિયર લીમડી હોવાથી તેના પરિવારને જાણ કરાતાં રાજકોટ આવી પહોંચેલા મૃતકના પરિવારજનો અંતિમવિધિ માટે મૃતદેહને વતન લીમડી લઇ ગયા હતા. આપઘાતનું કારણ અકળ રહ્યું છે. મહિલા પીએસઆઇ એચ.ડી.સોલંકી, મદદનીશ અરૂણભા ચાવડા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...