• Gujarati News
  • National
  • સ્વાઇનફલૂથી બચવા માટે આયુર્વેદિક ઉકાળો અક્સિર, રોજ નિ:શુલ્ક વિતરણ

સ્વાઇનફલૂથી બચવા માટે આયુર્વેદિક ઉકાળો અક્સિર, રોજ નિ:શુલ્ક વિતરણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટસહિત રાજ્યભરમાં સ્વાઇનફલૂના દર્દીઓની સંખ્યા વધી રહી છે. સરકારી હોસ્પિટલ રોગની સારવાર માટે ખાસ સ્વાઇન ફ્લૂ વોર્ડ ઊભો કરાયો છે, દર્દીઓની વધી રહેલી સંખ્યાથી વધુ બે વોર્ડ શરૂ કરવાની ફરજ પડી છે. કોઇપણ ચિકિત્સા પધ્ધતિ સાથે સંજોગોમાં આયુર્વેદિક ઉકાળો સારું પરિણામ આપે છે તેવું આરોગ્ય તંત્રે પણ સ્વીકાર્યું છે. રાજકોટની સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં વિનામૂલ્યે ઉકાળાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. રોગથી ગભરાવાની જરૂર નથી. આયુર્વેદની દ્રષ્ટિએ સ્વાઇન ફલૂની સારવાર વિષે વિસ્તૃત માહિતી ઘણી ઉપયોગી બની રહેશે.

ઉકાળો અમૃત સમાન છે

^આયુર્વેદિકઉકાળો અમૃત સમાન છે. રોગ પ્રતિકારક શક્તિ દ્વારા સંક્રામક રોગો એટલે કે વાયરલ ડીસીઝ તથા જનપદોદ્વંસજ વ્યાધિઓ સામે રક્ષણ મેળવી શકાય છે. રોગ પ્રતિકારક શક્તિને જાળવી રાખવા માટે આયુર્વેદના વિવિધ ઔષધો જેવા કે, ગળો, ધાણા, રક્તચંદન, લીમડાની અંતરછાલ, પદમકાષ્ઠ-ગુડુચ્યાદી કવાથ તથા શાલીપર્ણી(સમેરવો), પૃક્ષ્ણપર્ણી (ગંધીસમેરવો),બૃહત દ્વફ(ઉભી તથા બેઠી ભોરીંગણી), ગોક્ષુર, બિલ્વ, અરણી, શ્યોનક(અરડુસો), પાટલા (શીવણી),ગંભારી (કાળીપાટ), દશમૂળ કવાથ ઉપરાંત સુદર્શન ચૂર્ણ, ત્રિકુટ ચુર્ણ, પીપરીમુલ વગેરે દ્રવ્યોનો સમાવેશ થાય છે. ઉકાળો પીવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. > ડો.જયેશ પરમાર, સરકારીઆયુર્વેદિક હોસ્પિટલ,રાજકોટ

} દર્દીને મોથ, ઉશીર, પર્યટક(પિત્તપાપડો), ચંદન,સૂંઠ તથા હિબેરનું ઉકાળેલું પાણી પાવું

} કાળા મરી (બે થી 3) અને 8થી 10 તુલસીપત્રનો ઉકાળો કરી (ચોથા ભાગનો થાય ત્યાં સુધી ઉકાળવું) ગાળીને સવાર -સાંજ પીવડાવવો.

} સુદર્શન ચૂર્ણ અથવા ગોળી સવાર-બપોર-સાંજ લેવી

} ત્રિભુવન કીર્તિરસની ગોળી સવાર-બપોર-સાંજ લેવી

} જો દર્દીને પેટ સાફ આવતું હોય તો હરડે ચૂર્ણ અથવા ગોળી દ્વારા પેટ સાફ કરાવવું

} સરસિયુ તેલ, અજમો, કપૂરવાળું પકાવીને છાતિ અને વાંસાના ભાગમાં માલિશ કરી શેક કરવો.

} ઉપચારોથી જઠરાગ્નિ પ્રદિપ્ત થવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. રોગ પ્રતિકારક શક્તિ વધવાથી સ્વાઇનફલૂ, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મલેરિયા, ટાઇફોઇડ વિગેરે સંક્રામક રોગોની સામે રક્ષણ મેળવી શકયા છે, મટાડી શકાય છે.

આયુર્વેદની દ્રષ્ટિએ સ્વાઇનફલૂની સારવાર

અનેક ઔષધિઓથી બનતો ઉકાળો રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે

અન્ય સમાચારો પણ છે...