• Gujarati News
  • National
  • સૌરાષ્ટ્ર કચ્છમાં જીએસટી અંગે 53થી વધુ સેમિનાર થયાં

સૌરાષ્ટ્ર- કચ્છમાં જીએસટી અંગે 53થી વધુ સેમિનાર થયાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીએસટીઅંગે સૌરાષ્ટ્ર-કચ્છમાં 53થી વધુ સેમિનાર થયા છે. સમગ્ર રાજ્યભરમાં સૌથી વધુ સેમિનાર વેટ ડિવિઝન 11 કર્યા છે.

જીએસટી લાગુ થવાનાર માસ પહેલા એટલે કે 26 એપ્રિલના રોજ ભુજ ખાતે પ્રથમ સેમિનાર યોજાયો હતો. સિવાય જામનગર શહેર-જિલ્લો, જૂનાગઢ શહેર- જિલ્લો, પોરબંદરમાં સમયાંતરે જીએસટી અંગેના સેમિનાર થયા છે.

સેમિનાર માટે વિવિધ વેપારી બસો તેમજ ચેમ્બર ઓફ કોમર્સનો સહયોગ સાંપડ્યો છે. નોંધનીય છે કે, જીએસટી અમલમાં આવવાનું હોય વેપારીઓ ખૂબ મૂંઝાયેલા હતા. તેઓની મૂંઝવણ દૂર કરવા અને તેમને યોગ્ય માર્ગદર્શન આપવા માટે ઉચ્ચકક્ષાએથી આદેશ હતા કે સેમિનારનું આયોજન કરવામાં આવે. જેમાં વેટ ડિવિઝન 11ના જોઇન્ટ કમિશનર સી.આર. લાડુમોર તથા તેની ટીમ મેદાન મારી ગઇ છે.

સમગ્ર રાજ્યમાં ડિવિઝન 11 પ્રથમ સ્થાને

અન્ય સમાચારો પણ છે...