• Gujarati News
  • National
  • સેન્ટમેરી સ્કૂલ મુદ્દે DEOને રજૂઆત

સેન્ટમેરી સ્કૂલ મુદ્દે DEOને રજૂઆત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર | રાજકોટ

સેન્ટમેરીસ્કૂલમાં વિદ્યાર્થીઓને રાખડી બાંધવા સામે રોક લગાવવાના મુદ્દે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને એનએસયુઆઇએ ગુરુવારે સ્કૂલમાં હંગામો મચાવ્યા બાદ એબીવીપીએ શુક્રવારે ડીઇઓ અને કલેક્ટરને સ્કૂલના શિક્ષકો વિરૂધ્ધ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. જેમાં એવી રજૂઆત કરી છે કે સેન્ટમેરી સ્કૂલમાં વિદ્યાર્થીઓને રક્ષાબંધનના દિવસે બાંધેલી રાખડી શાળાએ પહેરીને આવવું તેમજ પહેરીને આવશે તો સજા કરવામાં આવશે તેવી શિક્ષકો દ્વારા બાળકોના કુમળા મગજમાં સંસ્કૃતિ વિરૂધ્ધ ઝેર ભરી ધમકી આપવામાં આવી હતી અને સમગ્ર સમાજની ધાર્મિક લાગણી દુભાવવામાં આવી હતી. જેથી ઘટનામાં એક તપાસ કમિટી બનાવવા, શિક્ષાત્મક કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...