• Gujarati News
  • National
  • સસ્તા અનાજના દુકાનદારો 1 સપ્ટેમ્બરથી હડતાલ પર

સસ્તા અનાજના દુકાનદારો 1 સપ્ટેમ્બરથી હડતાલ પર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર | રાજકોટ

રાજ્યસરકાર દ્વારા સસ્તા અનાજના વેપારીઓના તમામ પડતર પ્રશ્નો અને માગણીઓના નિરાકરણની ખાતરી અપાયા બાદ ત્રણ-ત્રણ મિટિંગો થયા બાદ કોઇ જવાબ અપાતાં ફેરપ્રાઇઝ શોપ ઓનર્સ એસોસિએશનના વેપારીઓ ફરી લડતના માર્ગે વળ્યા છે અને 15મી ઓગસ્ટથી નવેમ્બર માસની પરમિટ ઉપાડવાનું બંધ કરવાની અને 1લી સપ્ટેમ્બરથી હડતાલનું એલાન આપ્યું છે. સસ્તા અનાજના દુકાનદારોએ સરકારને ઢંઢોળવા માટે દરેક તાલુકાઓમાં મામલતદારને આવેદનપત્ર પાઠ‌વી રજૂઆત કરી હતી.

ગુજરાત ફેરપ્રાઇઝ શોપ ઓનર્સ એસોસિએશનના ગુજરાતના મહામંત્રી અલ્પેશભાઇ શાહે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે સસ્તા અનાજના વેપારીઓના પ્રશ્નોના નિરાકરણ માટે કમિટીની રચના કરી હતી અને તેની ત્રણ-ત્રણ બેઠકો યોજાયા બાદ હજુ સુધી જીએસટી, કમિશનર, આધારકાર્ડ, ગેસના મિનિ સિલિન્ડરની એજન્સી, ફ્રી સેલના કેરોસીનનું વિતરણ સહિત એકપણ પ્રશ્નનુુ નિરાકરણ આવ્યું નથી. આથી તાજેતરમાં મળેલી સસ્તા અનાજના વેપારી એસોસિએશનની બેઠકમાં ફરી હડતાલ પર ઉતરી જવાનો નિર્ણય કરાયો છે.

જેના ભાગરૂપે સપ્ટેમ્બર માસના રેશનિંગના પુરવઠા માટેની 15મી ઓગસ્ટથી ઉપાડાતી પરમિટ સસ્તા અનાજના વેપારીઓ નહીં ઉપાડે તેવો નિર્ણય કરી તે અંગે દરેક તાલુકામાં મામલતદારોને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. તેમજ 1લી સપ્ટેમ્બરથી બેમુદ્દતી હડતાલ શરૂ કરી દેવાશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે.

15 ઓગસ્ટથી પરમિટ ઉપાડવાનું બંધ

અન્ય સમાચારો પણ છે...