• Gujarati News
  • National
  • સ્વાઇન ફલૂથી બચવા ‘એનિ ફલૂ સામે ટેમિ ફલૂ’નું સૂત્ર અપનાવવા તંત્રે કરી અપીલ

સ્વાઇન ફલૂથી બચવા ‘એનિ ફલૂ સામે ટેમિ ફલૂ’નું સૂત્ર અપનાવવા તંત્રે કરી અપીલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર | રાજકોટ

રાજકોટસહિત રાજ્યભરમાં સ્વાઇન ફલૂના રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે અને અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં 51 સહિત રાજ્યમાં 161 લોકોને સ્વાઇન ફલૂ ભરખી ગયો છે ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં સ્વાઇન ફલૂના વધતા પ્રકોપને ધ્યાનમાં લઇ રાજ્ય સરકારે આરોગ્ય વિભાગના અગ્રસચિવ પૂનમચંદ પરમાર અને આરોગ્ય કમિશનર જયંતિ રવિ સહિતના ઉચ્ચ અધિકારીઓ રાજકોટ દોડી આવ્યા હતા અને સૌરાષ્ટ્રવાસીઓને સ્વાઇન ફલૂથી બચવા માટે ‘એનિ ફલૂ સામે ટેમિ ફલૂ’નું સૂત્ર અપનાવવા અપીલ કરી હતી અને ઘરગથ્થુ ઉપાયો પણ અજમાવવા સૂચનો કર્યા હતા.

રાજકોટની નવી કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યમાં સ્વાઇન ફલૂના અત્યાર સુધીમાં 1214 કેસો નોંધાયા છે જેમાંથી 161 દર્દીઓના મૃત્યુ થયા છે અને 426 દર્દીઓને સારું થઇ જતા હોસ્પિટલમાંથી રજા અપાઇ છે. સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફલૂના કુલ 257 કેસો નોંધાયા છે અને તેમાંથી 51 દર્દીઓના મૃત્યુ થયા છે. જો સ્વાઇન ફલૂના લક્ષણો જણાયા બાદ માત્ર 48 કલાકમાં સારવાર લેવામાં આવે તો રોગ મટી શકે તેવો છે. વહીવટી તંત્ર સ્વાઇન ફલૂના રોગચાળાને વકરતો અટકાવવા જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. હાલમાં સૌરાષ્ટ્રમાં તહેવારોની મોસમ છે અને ત્યારે લોકમેળામાં અને દ્વારકા, સોમનાથ સહિતના યાત્રાધામોમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય રોગચાળો અટકે તે માટે તકેદારીના પગલાં લેવાયા છે.

સ્વાઇન ફલૂથી થનારા દરેક મૃત્યુનુ ડેથ ઓડિટ કરવામાં આવે છે જેમાં 40 ટકા કેસોમાં અન્ય ગંભીર બીમારી જેવી કે ડાયાબિટીસ, કીડની, હાઇ બી.પી. થી પીડાતા હોય તેવા દર્દીઓના મૃત્યુના કિસ્સાઓ નોંધાયા છે. સ્વાઇન ફલૂની અસર નાના બાળકો અને વૃધ્ધો કે જેનો ઇમ્યુનિટી પાવર ઓછો હોય તેમાં વધુ જોવા મળે છે. રાજકોટની સરકારી હોસ્પિટલમાં 31 વેન્ટિલેટરો છે જેમાંથી 10 વેન્ટિલેટરો સ્પેશિયલ સ્વાઇન ફલૂ માટે ફાળવવામાં આવ્યા છે અને નાના બાળકો માટેના 8માંથી 1 વેન્ટિલેટર ફાળવવામાં આવ્યું છે. ઉપરાંત તંત્રના સર્વેમાં ખાનગી હોસ્પિટલમાં 13 વેન્ટિલેટર છે.

દર્દીઓનેત્રણ કેટેગરીમાં વહેંચીને કરાય છે સારવાર

આરોગ્યકમિશનર જયંતી રવિએ જણાવ્યું હતું કે સ્વાઇન ફલૂના દર્દીઓને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે જેમાં કેટેગરીમાં માઇલ્ડ ફિવર ધરાવતા દર્દી, બી કેટેગરીમાં હાઇ ફિવર ધરાવતા દર્દી અને સી કેટેગરીમાં કો-મોરેવેડિટીના દર્દીઓનો સમાવેશ કરી તે મુજબ સારવાર કરવામાં આવી રહી છે.

રાજકોટની હોિસ્પટલમાં વેન્ટિલેટર વધારાયા

અન્ય સમાચારો પણ છે...