• Gujarati News
  • National
  • વ્યાજખોરોના ત્રાસ, ધમકીથી યુવકે રેસકોર્સમાં ઝેર પી લીધું

વ્યાજખોરોના ત્રાસ, ધમકીથી યુવકે રેસકોર્સમાં ઝેર પી લીધું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લક્ષ્મીવાડીમાંરહેતા અને ઇમિટેશનનું કામ કરતા ભાવેશ લાખાભાઇ કુગશિયાએ ગુરુવારે રાતે રેસકોર્સમાં ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. ભાવેશ કુગશિયાના કહેવા મુજબ ધંધામાં પૈસાની જરૂર પડતા તેણે પીયૂષ માટિયા પાસેથી રૂ. 3.50 લાખ વ્યાજે લીધા હતા અને રકમ ચૂકવી દીધી હોવા છતાં તે વધુ પૈસા માગે છે. પીયૂષ ઉપરાંત અશ્વિન લોખિલ પાસેથી વ્યાજે લીધેલા 1 લાખ પરત આપી દીધા પછી પણ તે બાઇક પડાવી ગયો હતો અને ચેક રિટર્નનો કેસ કર્યો હતો. ભાવેશ ગોહેલ પાસેથી વ્યાજે લીધેલા 8.5 લાખ ચૂકવી દીધા હતા પરંતુ ભાવેશ વધુ 22 લાખ રૂપિયા માગે અને ટ્રાન્સપોર્ટવાળા જીતુભા જાડેજાને 2.50 લાખ પરત કરી દીધા હતા છતાં તે 4.5 લાખની માગણી કરે છે. મિત્ર સુનિલ ઇન્દ્રવદન દવેની પોતે સ્કોર્પિયો લાવ્યો હતો પણ જીતુભાએ પડાવી લેતા સુનિલભાઇ શુક્લાએ પણ કાર લઇ જઇ પરત આપી ઠગાઇ કર્યાની ફરિયાદ નોંધાવતા પોતે આવું પગલું ભર્યાનો આક્ષેપ કર્યો છે. એએસઆઇ મહેશગીરી તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...