તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આજથી મનપા બાકીદારો ઉપર તૂટી પડશે, રોજની 350 મિલકત સીલ થશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજથી મનપા બાકીદારો ઉપર તૂટી પડશે, રોજની 350 મિલકત સીલ થશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

રાજકોટમહાપાલિકાનો વેરો વર્ષોથી ભરતા હોય એવા રીઢા બાકીદારો ઉપર મંગળવારથી આકરી તવાઇ ઉતારવામાં આવશે. એક દિવસમાં 350થી વધુ મિલકત સીલ કરવા માટેનું મેગા ઓપરેશન ગોઠવાઇ રહ્યું છે. રૂ.50 હજારથી વધુ વેરો બાકી હોય એવા કરદાતાઓને પહેલા ઝપટમાં લેવામાં આવશે. સોમવારે મોડી સાંજ સુધી આવા બાકીદારોનું ઝોનવાઇઝ હિટલિસ્ટ તૈયાર થઇ રહ્યું હતું.

મહાપાલિકાના ચોપડે વર્ષોથી વેરો ચૂકવતા હોય એવા રૂ.70 હજાર જેટલા રીઢા બાકીદારો પાસેથી તંત્રને રૂ.235 કરોડથી વધુનો વેરો નીકળે છે. મનપાની લાખ તાકીદ છતાં વેરો નથી ભરવો એવું માનીને બેઠેલા બાકીદારો ઉપર તવાઇ ઉતારવા મ્યુનિ. કમિશનર બંછાનીધિ પાનીએ હુકમ જારી કર્યો છે. હાલ રૂ.50 હજારથી વધુ વેરો બાકી હોય એવા કરદાતાઓનો ઘાણવો કાઢવામાં આવ્યો છે પછી નાની રકમવાળા આસામીઓને ઝપટમાં લેવામાં આવશે. મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચના ચોપડે કુલ 3 લાખ અને 75 હજાર મિલકત છે. પૈકી અત્યાર સુધીમાં 2 લાખ અને 61 હજાર આસામીઓ પાસેથી વેરો વસૂલી લેવાયો છે.

બાકી વધેલા 1 લાખ અને 14 હજાર મિલકતો પૈકી રૂ.50 હજારથી વધુ વેરો બાકી હોય એવા આસામીઓનું વોર્ડવાઇઝ લિસ્ટ તૈયાર થયું છે. આવા તમામ રીઢા બાકીદારો ઉપર મંગળવારથી તવાઇ ઉતારવાનું શરૂ થવાનું છે. પૈકી 350 મિલકતો મંગળવારે એક દિવસમાં સીલ કરવાની યાદી સોમવારે મોડી સાંજ સુધીમાં તૈયાર થઇ હતી. 50 હજારથી વધુ વેરો બાકી હોય એવા તમામ આસામીઓને આવરી લેવામાં આવે ત્યાં સુધી રોજની 350થી વધુ મિલકતને તાળાં મારવાનો લક્ષ્યાંક મ્યુનિ. કમિશનર બંછાનીધિ પાનીએ આપ્યો છે. પછી રૂ.50 હજારથી ઓછી રકમના બાકીદારોને પણ છોડવામાં નહીં આવે એવું અલ્ટિમેટમ પણ અપાયું છે.

અન્ય બ્રાન્ચના સ્ટાફને પણ મેદાનમાં ઉતારાયા

મિલકતસીલ કરવાની મેગા ઝુંબેશમાં પહોંચી વળવા માટે ટેક્સ શાખા ઉપરાંત અન્ય બ્રાન્ચના સ્ટાફને પણ જોડવામાં આવ્યા છે. તમામ શાખાના સ્ટાફને લઇને વોર્ડવાઇઝ ટીમ બનાવવામાં આવી છે. ટીમને સીલ કરવાની થતી મિલકતની યાદી આપીને મંગળવારથી મેદાનમાં ઉતારવામાં આવશે.

છે સૌથી મોટા બાકીદારો

બાકીદારોનોપ્રકાર મિલકતોની સંખ્યા લેણી રકમ

બેંકો,ફાઇનાન્સ કંપનીઓ 3749 રૂ.50,52,99,319

કેન્દ્ર સરકાર 432 14,00,63,403

રાજ્ય સરકાર 623 10,04,65,385

ગ્રાન્ટેડ શાળાઓ, હોસ્ટેલ 132 29,49,526

મોલ, સિનેમા હોલ 289 90,22,205

ખાનગી શાળાઓ, હોસ્ટેલ 324 1,60,97,905

તમામ પ્રકારની કોમર્શિયલ મિલકત 73000 1,01,93,44,104

રૂ.50 હજારથી વધુ રકમનો વેરો બાકી હોય તેવા બાકીદારોનું લિસ્ટ તૈયાર

સરકારી મિલકતોનો 300 કરોડનો વેરો વસૂલવામાં મનપાની નાદારી!

રાજકોટમહાપાલિકા સામાન્ય જનતાનો વેરો માત્ર થોડી રકમનો ચડત થઇ જાય સાથે મિલકત સીલ કરવા પહોંચી જાય છે. બીજીબાજુ સરકારી મિલકતોનો કરોડો રૂપિયાનો વેરો વસૂલાતો નથી. સરકારી મિલકતોનો રૂ.300 કરોડનો વેરો બાકી છે. ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ, ખાનગી હોસ્પિટલો, કારખાના ધરાવતા મોટા મગરમચ્છનો લાખો રૂપિયાનો વેરો બાકી હોવા છતાં તેને થાબડભાણાં કરવામાં આવે છે. નાણાકીય વર્ષ પૂરું થવા આડે ગણતરીના દિવસો બાકી હોય એટલે મહાપાલિકાની ટેક્સ શાખા જીવતી થાય છે! બાકીદારોના બારણાં ખટખટાવવા નીકળી પડે છે. તંત્રની વસુલાત ઝુંબેશમાં જ્યાં આંગળી ખૂંચે ત્યાં ખુંચાડવા જેવી છે. જેમની પાસે કોઇ લાગવગ નથી એવી સામાન્ય જનતા સામે તંત્ર લાલ આંખ કરે છે અને ખુદ સરકારી મિલકતોનો કરોડો રૂપિયાનો વેરો વસૂલાતો નથી. રાજકોટમાં કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની 423 જેટલી કચેરી છે, જ્યારે રાજ્ય સરકારના વિવિધ વિભાગોની 66 મોટી મિલકતો છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની મિલકતોનો રૂ.300 કરોડ જેટલો વેરો બાકી છે. વધુમાં ખાનગી શાળાઓ, હોસ્પિટલો અને મોટા ઔદ્યોગિક એકમોનો પણ જંગી વેરો વસૂલાતો નથી. અહીં સવાલ ઊઠે છે કે, સામાન્ય જનતા પાસેથી જો કડક હાથે વેરો વસૂલાતો હોય તો સરકારી એકમો અને મોટા બાકીદારોને શા માટે બક્ષી દેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો