• Gujarati News
  • National
  • ખોડલધામના મહિલા હોદ્દેદારે અરજદારને તમાચો માર્યો

ખોડલધામના મહિલા હોદ્દેદારે અરજદારને તમાચો માર્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમાધાનપંચના મહિલા હોદ્દેદારે છૂટાછેડાના દસ્તાવેજ ઉપર સહી કરવાનું કહી લાફો માર્યો

ક્રાઇમ રિપોર્ટર. રાજકોટ

ખોડલધામસમાધાન પંચના મહિલા હોદ્દેદાર સામે છૂટાછેટાના પ્રશ્ન માટે અરજદારને બોલાવીને છૂટાછેડાના પેપર્સમાં સહી કરી આપવાનું કહીને તમાચો ચોડી દીધાની ફરિયાદ નોંધાઇ છે.

મવડી વિસ્તારમાં દોઢસો ફૂટના રોડ પર શુભમ એપાર્ટમેન્ટમાં રહેતા અને પડધરીમાં એક કારખાનામાં નોકરી કરતા ચંદ્રેશભાઇ મનુભાઇ સુદાણીને પત્ની સાથે મતભેદ ચાલતો હતો. દંપતીની તકરારનો મામલો પટેલ સમાજ સુધી પહોંચ્યો હતો. દંપતી વચ્ચે સમાધાનનો તખ્તો ગોઠવાય તે દિશામાં પ્રયત્ન થઇ રહ્યા હતા. મુદ્દે ચંદ્રેશભાઇને ચંદ્રેશનગર મેઇન રોડ પર સરદાર પટેલ ભવનમાં હાજર રહેવા કહેવાયું હતું. ચંદ્રેશભાઇ બુધવારે સરદાર પટેલ ભવન ગયા હતા. ખોડલધામ સમાધાનપંચમાં વાતચીતનો દોર શરૂ થયા બાદ સમાધાન પંચના મહિલા હોદ્દેદાર શર્મિલાબેને ચંદ્રેશભાઇને છૂટાછેડાના દસ્તાવેજ ઉપર સહી કરી દેવા કહ્યું હતું. ચંદ્રેશભાઇએ સહી કરી દેવાનો ઇનકાર કરતા ઉશ્કેરાયેલા શર્મિલાબેને ચંદ્રેશભાઇને ગાલ ઉપર તમાચો મારીને ખૂનની ધમકી આપી હતી.

બનાવ અંગે ચંદ્રેશભાઇએ ખોડલધામ સમાધાનપંચના શર્મિલાબેન સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન થઇ ગયા છે, પત્ની હાલ રિસામણે રાજકોટમાં માવતર સાથે રહે છે.

દંપતી વચ્ચે મનમેળ હોવાથી છૂટાછેડા માટે તકરાર ચાલતી હતી. બુધવારે તેને બોલાવ્યા સમાધાનપંચના મહિલા હોદ્દેદાર શર્મિલાબેને છૂટાછેડાના કાગળ ઉપર સહી કરી દેવાનું કહીને લાફો મારીને ધમકી દીધી હતી. હેડ કોન્સ્ટેબલ ગુલાબદાસ નિમાવતે મહિલાની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.

દંપતીની તકરારના સમાધાન માટે બોલાવ્યા બાદ બબાલ

અન્ય સમાચારો પણ છે...