• Gujarati News
  • National
  • રાજકોટ | ગુજરાત સ્ટેટ ટ્રાઇથલોન એસોસિએશન દ્વારા 4 માર્ચના રોજ

રાજકોટ | ગુજરાત સ્ટેટ ટ્રાઇથલોન એસોસિએશન દ્વારા 4 માર્ચના રોજ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ગુજરાત સ્ટેટ ટ્રાઇથલોન એસોસિએશન દ્વારા 4 માર્ચના રોજ રાજકોટમાં 27મી સ્ટેટ ટ્રાઇથલોન-એક્વાથલોન ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. રેસકોર્સ સ્થિત લોકમાન્ય તિલક સ્વિમિંગ પૂલ પર યોજાનાર આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા ભાઇ-બહેન તરણવીરોએ અહીંના કોચ નિમિષ ભારદ્વાજને 28 ફેબ્રુઆરી પહેલા એન્ટ્રી ભરી દેવા રાજકોટ ડિસ્ટ્રી.એસો.ના સેક્રેટરી બંકિમ જોશીની યાદીમાં જણાવાયું છે. સ્પર્ધામાં સબ જુનિયર, જુનિયર અને સિનિયર એમ ત્રણ કેટેગરી રાખવામાં આવી છે. જેમાં સબ જુનિયરમાં 2002, 2003 અને 2004માં જન્મેલા ખેલાડી, જુનિયરમાં 1999, 2000 અને 2001માં જન્મેલા ખેલાડી, જ્યારે સિનિયરમાં 1998 અને તે પહેલા જન્મેલા ખેલાડી આ સ્પર્ધામાં ભાગ લઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...